મારું ગામ મારાં ન્યુઝ

ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા તેમના માતૃશ્રી સ્વર્ગસ્થ સરોજબેન છોટુભાઈ વસાવાના નામે વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

આગામી દિવસોમાં ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા તેમના માતૃશ્રી સ્વર્ગસ્થ સરોજબેન છોટુભાઈ વસાવાના નામે વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે: 

ઓગણીસ એકર જમીનમાં નર્સરીથી લઇ સ્નાતક સુધીના ઉચ્ચ શિક્ષણનું એકજ સંકુલ માં આયોજન કરવામાં આવ્યું છે.

આજના કળિયુગમાં જ્યારે મા-બાપને લોકો ઘરડા ઘરમાં છોડી આવે છે ત્યારે તેવા સમયમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવાએ ઝઘડિયાના માલજીપુરા ગામે પોતાના વતનમાં તેમની સ્વર્ગસ્થ માતાનું મંદિર બનાવી તેની પૂજા કરી રહ્યા છે. તેઓ દ્વારા સંચાલિત માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી ૧૧.૪.૨૧ ના રોજ તેઓ ના માતાશ્રી સ્વર્ગસ્થ સરોજબેન છોટુભાઈ વસાવા નામે વિદ્યાલય નું ખાતમુર્હુત કરવામાં આવનાર છે. મહાત્મા જ્યોતિબા ફૂલે ની ૧૯૪ મી જન્મ જયંતી તેમજ ધારાસભ્ય મહેશ વસાવા ના જન્મદિવસ નિમિત્તે તેઓના માતાના નામે વાલીયા તાલુકાના ચંદેરીયા ગામે ૧૯ એકડ જમીનમાં નર્સરીથી લઇ સ્નાતક સુધીના શિક્ષણનું કેમ્પસ ઉભું કરી એક અનોખા વિદ્યાલયનું ખાતમુર્હુત કરવામાં આવનાર છે.

સામાજિક લડતમાં સહભાગી એવા સ્વ. સરોજબેન છોટુભાઈ વસાવા એક પછાત વર્ગ માટે લડત આપનારા મોહનભાઈ નરસિંહભાઈ ભગત (પૂર્વ ધારાસભ્ય) ના પુત્રી છે. જેઓનો જન્મ ૧૯૪૬ના વર્ષમાં થયો હતો. જ્યારે ૨૦૧૪ના વર્ષમાં તેઓ એ વિદાય લીધી હતી. આઝાદી પછી વર્ષ ૧૯૫૨માં યોજાયેલી ભારતની લોકશાહીની અને આઝાદ હિન્દુસ્તાન ની પ્રથમ ધારાસભાની ચૂંટણી માં મોહનભાઈ નરસિંહભાઈ ભગત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તે‌ સમયે જમીનદારો દ્વારા ગરીબ આદિવાસીઓ ઉપર અત્યાચાર તેમજ જુલમ કરવામાં આવતો હોવાના સંદર્ભે મોહનભાઈ નરસિંહભાઈ ભગત દ્વારા તેમની‌ સામે‌ લડત ચલાવવામાં આવી રહી હતી. બહારથી આવેલા જમીનદારો દ્વારા જમીન પચાવી પાડવાના કેસમાં તેઓ લડાઈ ચલાવતા હતા. જે સમયની ચાલતી લડાઈમાં જોડાઈ તલાટી તરીકે ફરજ બજાવતા છોટુ વસાવા વર્ષ ૧૯૭૦ માં મોહનભાઈ નરસિંહભાઈ ભગતની પુત્રી સરોજબેન સાથે લગ્ન કરી જમાઈ બન્યા હતા. આદિવાસી સાથેના અન્યાય ની લડાઈમાં જોડાયેલા છોટુ વસાવાએ વર્ષ ૧૯૭૫માં આવેલી ઈમરજન્સીના સમયે ૧૬ માસ જેલવાસ પણ ભોગવ્યો હતો, જે તે સમયે પણ તેઓના પત્ની સરોજબેન વસાવા સામાજિક લડાઈમાં છોટુભાઈ સાથે ખડેપગે રહ્યા હતા. ૧૯૮૦ ના વર્ષ દરમિયાન જમીનદારો દ્વારા મોહનભાઈ નરસિંહભાઈ ભગત (પૂર્વ ધારાસભ્ય) ની હત્યા કરવામાં આવી હતી જે પછી ની લડાઈ છોટુભાઈ વસાવાએ સંભાળી હતી અને છોટુભાઈ વસાવા આદિવાસીઓના મસીહા તરીકે ઉભરી આવી છેલ્લી છ ટર્મ થી ઝઘડીયા વાલીયા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે તો તેઓના પૂત્ર મહેશ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય પદે ચૂંટાઈ સામાજિક અન્યાય સામેની લડાઇ ચલાવી રહ્યા છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની પત્ની સરોજબેનનુ ૨૦૧૪ માં અવસાન થયું હતું અને તેમની દફનવિધિ તેમના નિવાસ નજીક કરવામાં આવી હતી. તેમના અવસાનના થોડા જ મહિનાઓમાં તેમના પુત્ર ધારાસભ્ય મહેશ વસાવાએ તેમના વતન ઝઘડિયા ના માલજીપુરા ખાતે તેમની માતા સરોજબેનની યાદમાં મંદિર બનાવ્યું છે અને રોજિંદા પરિવારના બધા જ સભ્યો યાદ અર્થે મુલાકાત લેતાં હોય છે. હવે જ્યારે ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા વિદ્યાલય બનાવવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તે વિદ્યાલયનું નામ તેમની માતાના સ્મણાર્થે  સ્વ. સરોજબેન છોટુભાઈ વસાવા વિદ્યાલય નામ કરણ રાખવાનું જાહેર કર્યું છે, અને આગામી ૧૧.૪.૨૧ ના રોજ આ નવનિર્મિત વિદ્યાલય નો ભૂમિપૂજનનો કાર્યક્રમ તેમના દ્વારા રાખવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है