શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓ બાબતે તંત્ર, સાંસદ, ધારાસભ્ય, જીલ્લા/તાલુકા પંચાયતના સભ્યો માટે આંખ ખોલતો કિસ્સો સોસીયલ મીડિયામાં વાયરલ …!
નર્મદા જિલ્લામાં એક બાજુ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બીજી બાજુ આદિવાસી લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત;
નર્મદા જિલ્લામાં વિકાસના નામે મોટી મોટી વાતો કરતી સરકાર નિષ્ફળ નીવડી, ગ્રામજનો હજુ પણ બીમાર દર્દીઓને ઝોળીમાં સારવાર અર્થે લઈ જવા મજબુર…
નર્મદા જિલ્લાના આદિવાસી દર્દીઓની દયનીય હાલત, હજુ પણ ઝોલીમાં નાખી ખભે ઉંચકી દવાખાને લઇ જવા મજબુર બન્યા;
ઝરવાણી ગામ ના યુવાને પોતાની ૭૫ વર્ષીય માતા બીમાર પડતા શ્રવણની જેમ કાવડ જેવી ઝોળણી બનાવી દવાખાનામાં સારવાર માટે લાવ્યા નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો…..સરકારની વિકાસ ની પોલ ખુલ્લી પડી.? ચોપડે કરેલા અને બેનરોમાં ચિતરવેલા વિકાસના દાવાઓ નર્મદામાં પોકળ સાબિત …!
એકતાનગર ખાતે વિશ્વ પ્રશિધ્ધ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રવાસન ધામ ની બિલકુલ પાસે આવેલુ ઝરવાણી ગામ આઝાદી ના ૭૫ વર્ષો પછી પણ સુવિધાઓથી વંચિત…ઓહ્ આચ્ચર્યમ…!
દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવાની સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે, વિકાસના મોટાં મોટાં દાવાઓ કરવામા આવી રહયા છે, કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ કેન્દ્ર સરકારે જાહેર કરેલા અસ્પિરેશનલ નર્મદા જીલ્લામાં ઠાલવવામાં આવી રહી છે, પરંતું આજે પણ આદિવાસીઓ કફોડી હાલતમા પ્રાથમિક સુવિધાઓ વિનાજ જીવવા માટે મજબુર બન્યા છે, જેને સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયો એ સાબિત કર્યું છે.
ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ની બિલકુલ પાસે આવેલુ ઝરવાણી ગામ આઝાદી ના ૭૫ વર્ષો પછી પણ સુવિધાઓથી વંચિત છે, ગામના બે ફળિયા કે જ્યાં ૨૦૦ થી પણ વધુ આદિવાસી પરિવારોના ઘર આવેલા છે, બાપ- દાદાના જમાના થી વસવાટ કરે છે તેમને ચોમાસાની સીઝન દરમિયાન પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ચોમાસુ બેસતા નદી નાળાઓમાં પાણી આવતાં આ લોકો સંપર્ક વિહોણા બની જાય છે.
ગતરોજ ઝરવાણી ગામના ઉખાકુંડ ફળિયામાં રહેતા ધીરજભાઇ દેવનાભાઇ વસાવા ના ૭૫ વર્ષીય માતા દેવકીબેન બીમાર પડતા પોતાના ગામમાં કોઇ પણ વાહન આવી શકે એવી સ્થતિ ન હોવાને લઇ પુત્ર સહીત તેના પરિવારજનો શ્રવણ ની જેમ કાવડમાં વૃધ્ધ માતાને ખભે ઝોલીમા ઉંચકી સારવાર અર્થે દવાખાનામાં નદી ઓળંગી લાવવા માટે મજબુર બન્યા હતા, આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, જેણે ભારે ચર્ચા જગાવી છે.