શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા દ્વારા ખેડૂતો સાથે ઓનલાઈન વેબિનાર યોજાયો:
”ફળદ્રુપ જમીન અને મધમાખીના પાક ઉત્પાદનનાં મહત્વ” પર વેબીનાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું:
દેડીયાપાડા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે ” ફળદ્રુપ જમીન અને મધમાખી ઉછેર” નાં પાક ઉત્પાદનમાં મહત્વ પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં 95 આદિવાસી ખેડૂતો તેમજ મહિલા સ્ટાફ સહિત ઓનલાઇન નાં માધ્યમ થી હાજરી આપી હતી. આ કાર્યક્રમ ની શરૂઆત કેન્દ્ર નાં વરિષ્ઠ વેજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી.વર્મા દ્વારા ખેડૂતોને મધમાખી દિનની ઉજવણી અને જમીન સુધારણા નાં પંચ સૂત્રોનાં મુદ્દા તેમજ ડૉ.ડી.બી.બિંસારા વેજ્ઞાનિક પશુપાલન દ્વારા ભૂમિ સુપોષણમાં પશુપાલનનો ફાળો, ડૉ.મીનાક્ષીબેન તિવારી વેજ્ઞાનિક (ગુરુ વિજ્ઞાન)દ્વારા ખાડા થકી સ્વચ્છતાનાં અપિગમ ત્યારબાદ ડૉ.એચ.આર.જાદવ વેજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા મધમાખી નું પાક ઉછેર માં મહત્વ અને ઔદ્યોગિક ખેતીનું મહત્વ નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રો.વી.કે.પોષ્યા દ્વારા ખેડૂતો અને મહિલાઓ ઓનલાઈન નાં માધ્યમ થી હાજર રહેલ, તેમજ આત્મા પ્રોજેક્ટ ના અધિકારીઓ અને KVK નાં સ્ટાફ અને વેજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કરી આ ઓનલાઈન વેબિનાર પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.