
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડતા તેમજ આ વરસાદનો ૪૮ કલાક માહોલ સર્જાય રહ્યો હોવાથી ખેતરમાં ઉભેલા તેમજ લલણી માટે લેવાયેલા પાકોને નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. છેલ્લા 48 કલાકથી સતત વરસાદ વરસ્યો હોવાથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલા પાકોને વ્યાપક નુકસાન થઈ હોવાથી લોકો હતાશા અનુભવી રહ્યા છે. પાકો મા જુવાર, તુવેર, મગફળી, ભાત, કપાસ, અડદ, તેમજ તેમજ ઢોરો માટેના સુખા ઘાસનો સમાવેશ થાય છે. સતત વરસાદ પડતા ખેડૂતો પોતાના પશુઓ માટે ચોમાસાની મોસમ માટે સુખા ઘાસનો સ્ટોક કરે છે. પરંતુ ૪૮ કલાકથી વરસી રહેલા વરસાદથી ઘાસ વરસાદી પાણીના પગલે પલાય ગયું હોય તેમજ ખેડૂતોને પોતાનો પાક લેવાનો સમય હોવાથી ભાત, અડદ, મગફળી, ખળીયામા નાખ્યુ હોય અને તે પાક હજુ લેવાનો બાકી રહ્યો હોય તેવા સમયે ૪૮ કલાક વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે.