
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા નાં અંતરીયાળ વિસ્તારમાં હજુ વિકાસની રાહ જોઈ ને બેઠા છે ગ્રામજનો;
કણજી ગામની દેવ નદીનાં કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી;
પાણી ઓછારવા ની કલાકો રાહ જોતાં સ્થાનિકો અને રાહદારીઓ,
નર્મદા જીલ્લો બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતો જીલ્લો છે, સરકાર ભલે ગમે એવી વિકાસ ની વાતો કરતી હોય, પરંતુ આ વિકાસ ની વાતો નો છેદ ઉડાડતા કિસ્સા ડેડીયાપાડા, સાગબારા સહિત અંતરિયાળ તાલુકાઓમાં જોવા મળે છે.
તાજેતર માંજ વરસાદ ના કારણે ડેડીયાપાડા ના પૂર્વ વિસ્તારમાં આવેલ કણજી ગામ ની દેવ નદી ના કોઝવે ઉપર પાણી ફરી વળતા સ્થાનિક વિસ્તાર ના લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કોઝવે ઉપર પાણી ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ છે, ભૂખ્યા તરસ્યા લોકો પાણી ઓછું થવાની રાહ જોઈ બેઠાં હતા, ઉપરાંત 108 સુવિધા બંધ થતાં આરોગ્ય સુવિધાઓ ને પણ અસર થતા લોકોના જીવ નું જોખમ પણ ઉભું થયું છે, કેટલીકવાર ભારે વરસાદ થતાં મહિનાઓ સુધી લોકોની અવરજવર બંધ થઈ જાય છે દર વર્ષ ચોમાસામાં સ્થાનિક લોકોને સમસ્યા વેઠવી પડે છે સ્થાનિક લોકો ની વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. ઉપરાંત ચોમાસા પૂર્વે નાળા રીપેર કરવામાં આવે છે તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થવાથી પહેલાજ વરસાદ માં નાળા તૂટી જાય છે તેમ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
સરકાર અંતરિયાળ આદિવાસી વિસ્તારો માટે વિશેષ ધ્યાન આપે તેમજ વિકાસ સામાન્ય નાગરિકો સુધી પોહોચે તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે ગ્રાન્ટ ફળવાય અને તે યોગ્ય રીતે વપરાય તેમજ પાયાની સુવિધાઓ ઉભી કરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.