
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વિનોદ મૈસુરીયા
સુરત જીલ્લાનાં ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે ખાડા ફળિયા નજીક બની રહેલા રસ્તાનું કામ બંધ કરાવવા ગયેલી મહિલા ખેડૂત અને નિવૃત્ત કલેકટર જગતસિંહ વસાવા ઉપર આઠ જેટલા ભરવાડોએ હુમલો કરી ઢીકકા મુક્કી ગડદાપાટુ માર મારતા તમામ વિરૂધ્ધ મહિલાએ આદિવાસી અત્યાચાર ધારાની કલમ,(એટ્રોસિટી એક્ટ) હેઠળ ઉમરપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી:
ઉચવાણ ગામના વિધવા મહિલા ખેડૂત નવલીબેન દેવજીભાઈ વસાવા ખાડા ફળિયા નજીક આવેલા પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે તેમના ખેતર માંથી પસાર થતા જંગલમાં જવાના કાચાં માર્ગ પર મેટલ નાખી રસ્તો પાકો બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે મહિલાએ નિવૃત કલેકટર અને વકીલ જગતસિંહ વસાવાને આ બાબતની જાણ કરી તેમને સ્થળ પર બોલાવ્યા હતા જેથી તેઓ પણ પોતાની ફોરવ્હીકલ કાર લઈને આ સ્થળે આવી પહોંચ્યા હતા ત્યારબાદ મહિલા ખેડૂતે રસ્તો બનાવતા કોન્ટ્રાક્ટર ને આ જમીનનો કેસ કોર્ટમાં ચાલુ છે તેવું કહેવા જતાં જ ભરવાડ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને લીંબાભાઇ ભલાભાઈ ભરવાડ, હાદુડભાઇ રૂપાભાઈ ભરવાડ, ગોરાભાઈ મશરૂ ભાઈ ભરવાડ, મયજીભાઈ ઈન્દુભાઈ ભરવાડ, ગોવિંદભાઈ ભરવાડ, વિપુલભાઈ ગોરાભાઈ ભરવાડ, ગોરાભાઇ ભરવાડ, રૂપાભાઈ ભરવાડ વગેરે એકસંપ થઇને દોડી આવેલા અને સાલા આદિવાસી દુબડાઓ બહુ ફાટી ગયા છો! તેવા જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનીત કરી આ જમીન અમારી છે તમારા બાપ નથી જો રસ્તો બનાવવાનું કામ બંધ કરાવશો તો જાનથી મારી નાખીશું એવું કહી ઉશ્કેરાઇ જઇ આ તમામ ઇસમો ધસી આવ્યા હતા અને નવલીબેન તેમજ નિવૃત કલેકટર જગતસિંહ વસાવાને ઢીકા મૂકકીનો માર માર્યો હતો જ્યારે એક ઈસમે ગાડી ના બોનેટ તેમજ દરવાજા ઉપર લાકડીના સપાટા મારી ગોબા પાડી દીધા હતા ત્યારે જગતસિંહ વસાવા ગાડી રિવર્સ કરી આ સ્થળેથી જીવ બચાવી ભાગી છૂટયા હતા તેમજ મહિલા ખેડૂત નવલીબેન ઘરે ભાગી ગઈ હતી અને દવાખાને સારવાર લીધા બાદ ઉપરોક્ત ઇસમો વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં જઇ ફરિયાદ આપતા પોલીસે તમામ ઇસમો વિરુદ્ધ આદિવાસી અત્યાચાર ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે આ ગુના અંગે નાયબ પોલીસ અધિક્ષક એસ ટી એસ સી સેલના ભાર્ગવ પંડ્યા વધુ તપાસ કરી રહ્યા છે,