
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા
દક્ષિણ ગુજરાતમાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે બીજી તરફ નીચાણ વાળા કોઝવે ઓળંગી રહેલાં અનેક લોકોનો જીવ વરસાદી પુર લઇ રહ્યા નાં કીસ્સાઓ સામે આવી રહ્યા છે, ગત દિવસોમાં વસરાવી ગામે એક અને માંગરોળનાં આંબાવાડી ગામે પણ બે આધેડ લોકો ની નજર સામે તણાયા હતાં, એવાં જ એક કીસ્સામાં ઉમરપાડા તાલુકાના શરદા ગામની આધેડ મહિલા મોહન નદીનાં પુરમાં તણાઈ ગઈ.. પરિવારમાં શોકની લાગણી!
ઉમરપાડા તાલુકાના શરદા ગામ ની મહિલા મોહન નદીના પૂરમાં તણાઈ જતાં પરિવારજનો અને પોલીસ દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે શરદા ગામના નવી વસાહત ફળિયામાં રહેતી મજુર મહિલા પુનાબેન જાલમસીંગ વસાવા ઉ.વ.50 પોતાના પતિ જાલમસીંગ સાથે શરદા ગામના મોટા ફળિયામાં રહેતી ભાવનાબેન અશોકભાઈ વસાવા ને ત્યાં લાકડા આપવા માટે ગઈ હતી ત્યાંથી તેઓ પરત પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે શરદા ગામે થી પસાર થતી મોહન નદીના પુલ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે ધસ મસતા પૂરમાં પુનાબેન તણાઈ ગયા હતા આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા પરંતુ મહિલા ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેની લાશનો ક્યાંય પત્તો ન મળ્યો હતો અંતે મહિલાના પતિ જાલમસીંગ વસાવાએ હાલ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.