શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ઉંમરપાડા રઘુવીર વસાવા
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે વહેલી સવારથી સુરત જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી સામસિંગભાઈ વસાવાની આગેવાની હેઠળ કેવડીનાં ગ્રામજનો તથા આસપાસના ગામોનાં સરપંચો અને આગેવાનોએ ઉમરપાડા તાલુકાના વાડી, કેવડી અને ઉમરપાડા ચાર રસ્તા, ઉચવાણ બજાર, સરકારી હોસ્પિટલ વગેરે સ્થળોએ ભાજપના કાર્યકરોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સફાઈ અભિયાન કર્યું હતું, કેવડી બજાર,માર્કેટયાર્ડ અને ગામનાં તમામ વિસ્તારોની સફાઈ કામગીરી શરૂ કરી જે કચરો એકત્ર થયો એને એક જગ્યાએ ભેગો કરી સળગાવી દેવામાં આવ્યો હતો, હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની મહામારીની સાથે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, સાથે જ હવે ચોમાસાની મૌસમ પણ વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે ગામમાં રોગચારો ફાટી ન નીકળે અને ગામ સ્વચ્છ નજરે પડે એને ધ્યાનમાં લઈ આ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, ભાજપ પક્ષ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે તારીખ 14 થી 20 સુધી સેવા સપ્તાહનું આયોજન કર્યું હતું, જેના ભાગરૂપે ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ ભાજપના કાર્યકરો દ્વારા ત્રણ જેટલા સ્થળોએ સવારે સફાઇ અભિયાન થયું હતું, વાડી ગામે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દરિયાબેન વસાવા, તાલુકા પંચાયત સભ્યશ્રી નરપતભાઈ વસાવા, વાડી ગામના સરપંચશ્રી ભુપેન્દ્રભાઈ વસાવા સહિત કાર્યકરો દ્વારા ગામના બસટેશન મુખ્ય માર્ગ ઉપર સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું, જ્યારે ઉમરપાડા તાલુકા મથક, ચાર રસ્તા ખાતે તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઇ વસાવા રાજુભાઈ વસાવા, મહામંત્રીશ્રી અર્જુનભાઈ વસાવા કાંતિભાઈ પાડવી વગેરે કાર્યકરો દ્વારા બજાર વિસ્તાર અને સરકારી હોસ્પિટલ ખાતે મહિલા કાર્યકરોના સહયોગથી સફાઈ અભિયાન કર્યું હતું, એ જ પ્રમાણે કેવડી ગામે પણ ભાજપના કાર્યકરો દ્વારા બજાર વિસ્તાર સહિતના સ્થળોએ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.