શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા
ઉમરપાડા: સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ઉમરપાડા માં ગાંધી જયંતિ નિમિતે રક્તદાન શિબિરનું શ્રી એક્શન યુવા ગ્રુપ અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત જ કાર્યક્રમનું આયોજન હોવા છતાં ૧૦૪ યુનિટ રક્ત ભેગુ કરાયું:
કોરોના સમય ગાળા માં મોટી હોસ્પિટલો માં હાલ પડતી રક્ત ની અછત ને પહોચી વળવા લોકો ને લોહીની જરૂરિયાત ને ધ્યાન માં રાખી ને આજરોજ ૨-જી ઓક્ટોબર દિને ગાંધી જયંતિની ઉજવણી નિમિતે ઉમરપાડા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરપાડા, માંગરોળ અને માંડવી તાલુકાના અનેક યુવાનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, ઉમરપાડા માં યુવાનો દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું તેમ છતાં ૧૦૪ યુનિટ રક્ત ભેગુ કર્યું જે ખુબજ સરાહનીય કામગીરીમાં બાપુની જન્મ જયંતી ઉજવણીનાં ભાગરૂપ યુવાનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, કાર્યક્રમનાં અંતમાં સહભાગી ફાળો આપનાર i M Human ગ્રુપ અને સરદાર હોસ્પિટલ બ્લડ બેંકનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તેમજ જે યુવાનો એ રક્ત દાન કર્યું એમને પણ શ્રી એક્શન યુવા ગ્રુપ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.