શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
માનવ અધિકાર ને લઈ વિશ્વ સ્થરે કાર્ય કરતી ડૉ. સન્ની શાહ સાહેબના નેતૃત્વ મા ભારત ના અનેક રાજ્યોમાં માનવ જાગૃતિ ને લઈ કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌનશીલ દ્વારા સુરતના જોલવા ખાતે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને માનવ જાગૃતિ કાર્યક્રમ અને પોલીસ વિભાગના કર્મયોગીઓનું સત્કાર સમારોહ નુ આયોજન ihrc ના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ, ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે,
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 7/9/2023 ના ગુરુવાર દિને સમય 10:00 કલાકે જોલવા ખાતેના ગ્રામ પંચાયત સંકુલ સરકારી સ્કૂલના મેદાનમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌનશીલ દ્વારા કડોદરા ના જોલવા ખાતે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને માનવ જાગૃતિ કાર્યક્રમ અને પોલીસ વિભાગના કર્મયોગીઓનું સત્કાર સમારોહ નુ આયોજન ihrc ના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ, ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે,
કાર્યક્રમમા સ્કુલના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન યોજાનાર છે, સાથે માનવ અધિકાર ના નવ નિયુક્ત મેમ્બર્સનુ જોઇનિંગ લેટર અને તેઓને માનવ અધિકાર બાબતે ની જાગૃતિ કાર્યક્રમ અને કડોદરા અને પલસાણા વિભાગના પોલીસ કર્મીઓનુ સત્કાર સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ મા માનવ અધિકારના અનેક કાર્યકર ઉપસ્થિત રહશે તેમ ihrc ના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ, ગુજરાત રાજ્ય બોર્ડના પ્રમુખ દેવેન્દ્ર માળી (દેવાભાઇ) દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે,
પત્રકાર : ફતેહ બેલીમ બ્યુરો ચીફ સુરત