
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે
આહવા થી માળુંગા જતી પોતાના ગંતવ્ય સ્થાન પહેલાં જ બસ બોરખલ ગામે થઈ બ્રેકડાઉન, ૮૪ મુસાફરો થયા હેરાન પરેશાન:
સલામત અને સુરક્ષિત સવારીમા કેપેસીટી કરતા વધારે અધધ મુસાફરો ભરી ને લઈજવું કેટલું વ્યાજબી?
સાપુતારા: ‘એસ.ટી. અમારી સલામત સવારી’ સુત્રને સાર્થક થતુ જોવાં મળી રહયું નથી અને આહવા બસ ડેપોના વહીવટી તંત્રએ સલામત અને સુરક્ષિત રહેવા દીધી નથી. સરકાર મુસાફરોની સુવિધા માટે બને તેટલા પ્રયાસો કરી રહી છે. પરંતુ ડાંગ જિલ્લામાં કંઈક અલગ વાસ્તવીકતા દેખાઈ રહી છે. હવે તો આહવા બસ ડેપોના કર્મચારીઓ પર બસની સફળ મુસાફરી ની ખાત્રી અને ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.
છેવાડે આવેલ ડાંગ જિલ્લાના આહવા ડેપોની બસોની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા છે. તા. ૧૧/૧૨/૨૦૨૩ ના સાંજનાં સમયે GJ-18-Z-2924 બસ આહવાથી માળુંગા રાત્રી રોકાણ માટે જતી બસનો રેડિયેટરનો પાઈપ ફાટી જવાથી બસ બોરખલ ગામે બ્રેકડાઉન થવા પામી હતી. બસમાં અંદાજે ૮૪ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેથી સાંજના સમયે આહવા ડેપોના કર્મચારીઓના આશીર્વાદથી મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જેથી આહવા બસ ડેપોના વહીવટી તંત્ર પર મુસાફરોએ ભારે રોસ ઠાલવ્યો હતો. અને ડેપો ની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.