શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આજરોજ ૮મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સોનગઢ અને ગુણસદા ગ્રામ પંચાયત દ્વારા ગુણસદા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન, બાળ સુરક્ષા અધિકારી અજુબેન ગામીત અને પાયલબેન ગામીત, મેડિકલ ઓફિસર ર્ડો. હેતલબેન, તથા સોનગઢ તાલુકા પંચાયતમાં વર્તમાન સમયમાં ચૂંટાયેલા મહિલા સભ્ય તથા સુરક્ષાની વ્યવસ્થા માટે આવેલા પોલીસ કર્મચારીઓ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા અને તમામ આમંત્રિત મહેમાનોનું સંગઠનના કાર્યકરો અને ગામના મહિલા આગેવાનો દ્વારા ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું. ગુણસદાના નાના બાળકો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું અને ગુણસદાના નાના બાળકોએ દ્વારા ગામડાઓમાં જે કુટુંબમાં પતિ દારૂ પિતા હોય એવા કુટુંબમાં મહિલાઓ પર થતા અત્યાચાર ને અનુલક્ષીને નાટક રજુ કરી અને મહિલાઓ સુખી કુટુંબ કેવી રીતે ચલાવી શકાય એની પ્રેરણા આપી. મુખ્ય મહેમાનોએ બાળકોને પ્રોસાહક ઇનામ પણ આપ્યું હતું.
જિલ્લા બાળ સુરક્ષા શાખાના અધિકારી શ્રીમતી અંજુબેન ગામીત દ્વારા વિવિધ યોજનાઓ વિશે મહિલાઓની માહિતી આપી અને સમજ પૂરી પાડવામાં આવી. મેડિકલ ઓફિસર શ્રીમતી ર્ડો. હેતલબેન દ્વારા મહીલાઓને મહિલા સશક્તિકરણ, અસમાનતા વિશે વક્તવ્ય આપ્યું. અને જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન દ્વારા રમત ગમ ક્ષેત્રે બાળકોને આગળ વધવા મહિલાઓ પ્રેરણા આપી અને લુપ્ત થતી આદિવાસી સંસ્કૃતિના વાજિંત્રને વગાડતા શીખવા અને ભવિષ્યમાં ટકાવી રાખવા તથા શિક્ષણ ક્ષેત્રે પણ મહિલાઓને તેમણે અનુભવેલી પરિસ્થિતિ વિશે વાત કરી, જો મહિલાઓ પાક્કો નિર્ધાર કરે તો કોઈપણ પસ્થિતિમાં ઉંચી સિદ્ધિ પ્રાપ્ત કરવું શક્ય છે, એવી પ્રેરણા આપી. અંતે આ કાર્યકમમાં આદિવાસી સર્વાંગી વિકાસ સઘના મંત્રી શ્રીમતી નિર્માળાબેને કાર્યકમમાં ભાગ લેનાર તમામ નો આભાર વ્યક્ત કરી અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.