
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ
માંગરોળ ભિલીસ્થાન ટાઇગર સેનાએ બંધારણની કલમ પાંચ અને છ નો આદિવાસી વિસ્તારમાં અમલ કરવાની માંગ સાથે માંગરોળ મામલતદારને કાર્યકરોએ આપ્યું આવેદનપત્ર:
સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા ભિલીસ્થાન ટાઈગર સેનાના કાર્યકરોએ બંધારણની કલમ ૫ અને ૬ નો આદિવાસી વિસ્તારમાં અમલ કરવામાં આવે તેમજ આદિવાસી વિસ્તારના સળગતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ સાથે માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેથી ફરી એકવાર આદિવાસી વિસ્તારોમાં સરકારની બંધારણનાં અમલીકરણની ઉદાસીનતા અને બંધારણ દ્વારા પ્રાપ્ત હકોથી વંચીત રાખવાનું કામ વખોડી કાઢ્યું હતું, અને તેથી આદિવાસી સમાજનાં વિકાશમાં અવરોધ સમાન ગણાવ્યુ હતું.. વધુમાં અમે અમને મળતાં બંધારણ દ્વારા પ્રાપ્ત હકો મેળવીને જ રહીશું એમ btpનાં જીલ્લા પ્રમુખે જણાવ્યું હતું.
ભિલીસ્થાન ટાઇગર સેના માંગરોળના સતિષભાઈ ગામીત તેમજ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સુરત જિલ્લાના પ્રમુખ સુભાષભાઈ વસાવા ના નેતૃત્વ હેઠળ કાર્યકરોએ મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરી જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં પૈસા એક્ટ નો અમલ કરવામાં આવે તેમજ શિક્ષણ, આરોગ્ય, રોજગારી, સિંચાઈના પાણીની વ્યવસ્થા, જમીન સંરક્ષણ સહિતના મુદ્દાઓનુ આદિવાસી બહુલ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટથી આદિવાસી સમાજના 70 જેટલાં ગામના લોકો પ્રભાવિત થયા છે તેઓની જમીનો લઈ લેવામાં આવે છે તેઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી વધુમાં ચાર રાજ્યોમાં વસતાં આદિવાસીઓને પોતાનો અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગ પણ કરવામાં આવી.