શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
“મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ડેડીયાપાડા દ્વારા અનેક સ્થળો સેનેટાઇઝ કરાયા;
મારૂ ગામ કોરોના મુક્ત ગામ “ અભિયાન અંતર્ગત આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત – ડેડીયાપાડા મારફતે કોરોના જીવાણુના નાશ માટે ગામોની દરેક આંગણવાડી, દરેક શાળાઓ, પંચાયત ઓફીસ, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, જાહેર જગ્યાઓ વિગેરે સ્થળો પર કોરોના જીવાણુ નાશક સેનીટાઈઝરનો સ્પ્રે તાજેતરમાં ડેડીયાપાડા તાલુકાના 32 ગામોમાં કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દરેક ગામના આગેવાનો, સરપંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરના સ્ટાફ, આંગણવાડી વર્કર બહેનો વિગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો કર્યો હતો. કામગીરી માટે સંસ્થાની નેત્રંગ ઓફીસ તરફથી પુરતો સહયોગ મળ્યો હતો. આ અભિયાનનું સંકલન આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત )- ડેડીયાપાડાના પ્રતિનીધી મેરામભાઇ ડાંગર મારફતે કરવામાં આવ્યું હતું.