
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) નેત્રંગ છેલ્લા 30 વર્ષથી ગુજરાતનાં છેવાડાના વિસ્તારોમાં જળ, જંગલ,અને જમીન ની સાથે પર્યાવરણની જાળવણી અને અન્ય સેવાકીય પ્રવૃત્તિ સહિત મહિલા સશક્તિકરણ અને આવકમાં વધારો થાય તેવા કાર્યો કરી રહ્યા છે, પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે હેલ્થ ની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેમાં ડેડીયાપાડા ખાતે બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ડો.હેતલબેન ના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા ખાતે બે દિવસીય સ્વચ્છતા અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લોક હેલ્થ ઓફિસરનો ઉમદા ભાગ રહ્યો હતો, તેમની સાથે ANM, FHW, CHO, MPHW, તથા આશાવર્કર બહેનો થઈ ૩૨ ગામના કૂલ ૧૨૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો, આ આયોજનમાં બ્લોક હેલ્થ ઓફિસના તમામ કર્મચારીઓનો સહયોગ ખૂબ સારો રહ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થા માથી આવેલા એરિયા મેનેજર શ્રી દશરથભાઈ દ્વારા સસ્થાનો પરિચય અને હાલમાં ચાલી રહેલા હાઈજીન પ્રોજેકટ વિષે માહિતગાર કર્યા, જેમાં DFID અને યુનિ લિવરની ભાગીદારીથી કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટેના તેમના પર ઝડપી કામ કરવા માટે આ ગઠબંધન થયેલ છે. જેમા આ બન્ને કંપનીના આર્થીક સહયોગથી આ પ્રોજેક્ટ તાલુકાનાં ૩૨ ગામોમા સરકારશ્રીના સહયોગથી સ્વચ્છતાની વર્તણૂકોમાં સુધારો, મજબુતીકરણ અને ટકાવી રાખવા અને કોવિડ -19 સામે પોતાને સુરક્ષિત રાખવા માટેનુ એક અભિયાન ચલાવવા માટે આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. કોવિડ-19 ની મહામારી અંગે લોકોમા સાવચેતી અને સલામતી માટે વધુમા વધુ જાગ્રૃતિ ઉભી થાય, લોકો સ્વચ્છતાની ટેવોનુ વ્યવસ્થિત પાલન કરે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે ઘણા સરાહનીય કામગીરી થઇ રહી છે, જેના વધુ પ્રચાર અને પ્રસાર થાય અને લોકોમા જાગ્રૃતિ વધે તે માટે આગાખાન ફાઉન્ડેશન, DFID અને હિન્દુસ્તાન યુની લીવર ના સયુંક્ત ઉપક્રમે આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ. અને આ તાલીમ ને સફળ બનાવવા માટે સંસ્થાના સ્ટાફ સુનિલભાઈ અને દીપિકાબેન તથા તેમની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી.