શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
બલ ગામે આગ લાગવાની ઘટના માં બેઘર થયેલા પરિવારોની વહારે આવ્યું દેડીયાપાડાનું હેલ્પ ગ્રુપ..
ડેડીયાપાડા તાલુકા ના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બલ ગામે ૩૧, ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ આકસ્મિક રીતે આગ લાગવાથી બે ઘરો સળગી ગયા હતા. જેમાં પરિવારો નો તમામ ઘર વખરીનો સામાન બળી ને સ્વાહા થઇ ગયો હતો. અને પરિવારો બેઘર બન્યા હતા, ત્યારે આ પીડીત પરિવારોની વ્હારે આવ્યું છે દેડીયાપાડા નું હેલ્પ ગ્રુપ.
દેડિયાપાડા હેલ્પ ગ્રુપનાં સાથી મિત્રોના સહયોગ દ્વારા દેડીયાપાડા તેમજ સાગબારા તાલુકાના આદિવાસી વિસ્તાર માં અનેક વાર આગજની જેવી ઘટના હોય કે કોઈ પણ દુર્ઘટના સર્જાય ત્યારે મદદ ને માટે આ હેલ્પ ગ્રુપના મિત્રો પોહચી જાય છે, ત્યારે બલ ગામે પણ આકસ્મિક રીતે આગ લાગવા થી જે પરિવારો બેઘર બન્યા હતા, ત્યારે આ પીડીત પરિવારોની પડખે દેડીયાપાડા નું હેલ્પ ગ્રુપ આવ્યું છે.
અને આ હેલ્પ ગ્રુપનાં સાથી મિત્રોના સહયોગ દ્વારા પરિવારોને નવું ઘર બનાવવા માટે સિમેન્ટનાં ૨૦ નંગ થાંભલા, સિમેન્ટનાં ૫૨ નંગ પતરા, ૨૪ નંગ મોભીયા, તેમજ લોખંડ નાં ૪ નંગ પલંગો, અનાજ ભરવા માટે ૬ નંગ કોઠીઓ મળી કુલ ૫૯,૦૦૦/- હજાર ની સહાય હેલ્પ ગ્રુપનાં મિત્રો દ્વારા આપવામાં આવી હતી. આમ આ હેલ્પ ગ્રુપે પીડીત પરિવારોને મદદરૂપ થઈ ને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા