
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પ્રાથમિક શાળા સામરપાડા (સિંગ) ખાતે શાળા સ્થાપના દિન ઉજવણી કરાઈ;
ડેડીયાપાડા નાં પ્રાથમિક શાળા સામરપાડા સિંગ ખાતે 75 માં શાળા સ્થાપના દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં શાળાના બાળકો, વાલીઓ, શાળાનો સ્ટાફ, ગામના વડીલો તેમજ ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના ભવ્ય ઇતિહાસની ગાથા પ્રફુલભાઈ ભગત દ્વારા જણાવવામાં આવી હતી, તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવી હતી, આ સમગ્ર 75 વર્ષમાં શાળાનાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને ક્લાસ-1, ક્લાસ-2 અને સરકારી કર્મચારીઓ બન્યા જે બદલ શાળાએ ગર્વની લાગણી અનુભવી હતી, તદુપરાંત નુતન પ્રવાહોને સાંકળીને શિક્ષણની પદ્ધતિથી તથા સામાજિક જાગૃતિ અંગે લોકોને અવગત કર્યા હતા.
આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમકે પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, સ્વાગત ડાન્સ, હાસ્ય નાટક, ચેર ડાન્સ, સાડી ડ્રીલ ડાન્સ, લેઝી ડાન્સ, લોક નૃત્ય વગેરે કૃતિઓ શાળાનાં બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય શ્રી ચાર્લેશભાઈ રજવાડી દ્વારા પ્રમુખ તરીકે સરપંચ શ્રીમતી શકુંતલાબેન અરવિંદભાઈ વસાવા ની વરણી કરવામાં આવી હતી. તેમજ આચાર્યશ્રી,શાળાનો સ્ટાફ, વાલીઓ, શાળા SMC ના સભ્યો અને ગ્રામજનોના સહયોગથી સમસ્ત કાર્યક્રમ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને અંતે સૌએ સાથે મળી પ્રીતિ ભોજન લઈ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.