IHRC નાં વાઈસ ચેરમેન ડો.ટી.એમ. ઓનકાર સાહેબે ભરૂચમાં જીવન જરૂરિયાત કીટનું વિતરણ કર્યું,
IHRC વડોદરા જીલ્લા બોર્ડની સરહાનીય કામગીરી, પ્રમુખ અરીફ્ભાઈ પઠાણનાં નેતૃત્વમાં લોકસેવાની કામગીરી;
IHRC નર્મદા જીલ્લા પ્રમુખનાં સર્જનભાઈ વસાવાના નેતૃત્વમાં ગામોમાં કરાયુ કીટોનું વિતરણ; દેડિયાપાડા પ્રમુખ જગદીશભાઈ વસાવા, રેવ. સંજયભાઈ વસાવા રહ્યા હાજર, પાદરામાં જીગ્નેશ પટેલની ટીમ, ભરૂચમાં સંદીપભાઈની ટીમ,
IHRC તાપીમાં કિર્તનભાઈ ગામીત ઇશાકભાઇ ચૌધરી, ડોલવણ તાલુકામાં અર્જુનભાઈ ચૌધરી વલસાડમાં નગીનભાઈ વાલોડ તાલુકામાં પિયુષભાઈની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે લોક ડાઉનમાં કોરોના કહેરમાં લોક સેવાની પ્રવૃત્તિઓ,
ગુજરાત રાજ્યમાં ઘણાં સ્થળોએ જરૂરતમંદોને ભોજન અને અનાજ કે જીવન જરૂરિયાત વસ્તુની કીટો બનાવીને ગામો અને ગલીઓમાં કરી મફત વિતરણ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિએ કોરોના કહેર વચ્ચે મહેકાવી માનવતાની મહેક! પગપાળા પલાયન થઇ રહેલાં મંજુર અને જરૂરતમંદ લોકોને કોરોના મહામારીમાં જયારે સરકારે લોક ડાઉન અને જનતા કરફ્યુ જેવા અનેક પગલાં લીધાં તેવી વિકટ પરિસ્થિતિમાં લોકોને મદદ કરી માનવતાનાં કામો કરી રહ્યા છે, ગુજરાત રાજ્યમાં ૧૫૦૦૦થી વધુ મેમ્બર અને ૫૦૦૦થી વધુ સામાજિક કાર્ય માટે જવાબદારી નિભાવતાં હોદેદારો સતત પ્રજાહિતનું સમાજમાં જાગૃતિનાં કામો કરી રહ્યા છે, વડોદરા,અમદાવાદ,સુરત,સુરેન્દ્રનગર,સાબરકાંઠા,ભરૂચ, નર્મદા, અને અનેક જીલ્લામાં અને આંતરીયાળ ગામો, ગલીઓમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજો ઘરે જઈ મફત વિતરણ કરી રહ્યા છે,
કોરોના મહામારીમાં લોક ડાઉન પરિસ્થિતિમાં રોજ નું કમાઈ ને ખાનારા લોકોની સમસ્યાઓમાં મદદ કરવા જયારે ઘણાં સામજિક અને ધાર્મિક સંગઠનો પ્રજાની વાહરે આવ્યાં ત્યારે સતત કાર્યરત રાજ્યની આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ કેમ બાકાત રહે? ગામો અને શહેરોમાં વસતાં માનવ અધિકાર એક્તીવીસ્ટ મિત્રોને ખુબજ ધન્યવાદ… સાથો સાથ આજે ઘણું જરૂરી છે કે દરેક વ્યક્તિ સામાજિક દુરીનો પાલન કરે અને લોકો ઘરોમાં જ રહે તો જ કોરોનાને આપણે હારવી શકીશું!