
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રી ગટુ વિદ્યાલયમાં 27 મો પુસ્તક મેળો યોજાયો:
સર્જન વસાવા, ભરૂચ: અંક્લેશ્વર ખાતે આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં તા. ૨૧/૦૩/૨૦૨૫ નાં રોજ ૨૭ માં પુસ્તક મેળા ને ખુલ્લો મુકાયો હતો. શ્રી મનસુખભાઈ વેકરીયા અને આમંત્રિત મહેમાનોના કરકમલ દ્વારા ખુલ્લા મુકાયેલા આ પુસ્તક મેળામાં કુલ ૮ પુસ્તક વિક્રેતાઓએ વિવિધ વિષયો પર પુસ્તકો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. તા. ૨૧/૨૨/૦૨૩ માર્ચ દરમિયાન ચાલુ રહેનાર આ પુસ્તક મેળાના ઉદ્ઘાટન સમારંભમાં શાળાના કો કન્વીનર શ્રી સુભાષભાઈ પટેલ, શાળાના મેનેજમેન્ટ કમિટીના સભ્ય શ્રી શ્રીવત્સન, શ્રીમતી મીરાબેન પંજવાણી, શ્રીમતી ગીતા શ્રીવત્સવ તથા ભારતીબેન વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
શાળામાં યોજાયેલ આ કાર્યક્રમમાં પુસ્તક વિક્રેતાઓ દ્વારા સાહિત્ય, વિજ્ઞાન, ટેકનોલોજી તથા વાર્તાસંગ્રહ, કાવ્ય, ગઝલ તેમજ પ્રેરણાદાયી પુસ્તકો રજૂ કરવામાં આવ્યા છે. મુખ્ય મહેમાન શ્રી મનસુખભાઈ વેકરીયા એ આ આયોજન માટે શાળા દ્વારા સતત ૨૭ વર્ષથી યોજાતા આ પુસ્તક મેળાના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.
શાળાના કેમ્પસ ડાયરેક્ટર, આચાર્યા સાથે આમંત્રિત મહેમાનો એ પુસ્તક મેળાની મુલાકાત લીધી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના લાઇબ્રેરીયન હેમલતાબેન રાઠોડે કર્યું હતું. આ પ્રસંગે શાળાના વાલી શ્રી નિકિતાબેન મહેતા દ્વારા બુક રીવ્યુ પણ આપવામાં આવ્યું હતું.