દેશ-વિદેશ

રાષ્ટ્રીય એકતા દિવસની ન્યુ ઇન્ડિયાના આઇકોનિક લેન્ડમાર્ક-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય ઉજવણી: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ન્યુ ઇન્ડિયાના આઇકોનિક લેન્ડમાર્ક-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય ઉજવણી કરાઈ: 

નર્મદા: દેશના તમામ રાજ્યોમાંથી પોલીસ જવાનો કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બાઈક અને સાયકલ રેલી સ્વરૂપે હજારો કિલોમીટર સફર ખેડીને કેવડીયા આવ્યા હતા અને એકતા પરેડમાં સહભાગી થયા હતા. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની ૩૬ ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાનાર એકતા પરેડમાં ભાગ લીધો હતો. દેશની એકતા, અખંડિતતા અને એકરૂપતાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.

ભારત માતાના જયઘોષથી સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ગુંજયું હતું. રાષ્ટ્રીય એકતા પરેડ બાદ વુસુ માર્શલ આર્ટનું નિદર્શન અને આઈ.ટી.બી.પીના કોમ્બેટ વ્હીકલના ખોલ-જોડનું નિદર્શન પણ યોજાયું હતું.

ઓરિસ્સા ગંજામના શ્રમયોગી કલાકારોએ રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है