
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત
ભક્તોના હદયમાં વસેલાં સંતશ્રી. પૂ. વિશ્ર્વનાથ અવધૂતજી ૯૬ વર્ષની ઝેફ વયે બ્રહ્મલીન થયાં, લોકો અને ભક્ત ગણમાં શોકની કલીમા:
સુરતનાં રામનગર સ્થિત ગુરુદેવ અવધૂત આશ્રમના સ્થાપક સંત શ્રી. વિશ્ર્વનાથ અવધૂતજીના બ્રહ્મલીન નાં અર્થે ડો. મણીભાઈ દેસાઈ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં આજરોજ તેમના જીવનની સ્મૃતિમાં દેવીય વૃક્ષ રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. “બાપજી” નામ થી સામાન્ય જન માણસના હૃદયમાં જગા બનાવનાર અને દેશ વિદેશના ભક્તોના હદયમાં વસેલાં સંતે પોતાના આશ્રમ સુરત ખાતે લીધાં અંતિમ શ્વાસ.
વાસદા તાલુકા ના છેવાડાનુ ચોંઢા ગામ પકૃતિના ખોળે વસેલું ગામની ડૉ.મણીભાઈ દેસાઈ નવચેતન માધ્યમિક શાળાની ખુબ જ વિશેષતા રહી છે. ખાસ કરીને ચોંઢા ગામ આદર્શ ગામ તરીકે ઓળખાય છે. L&T, રીલાયન્સ અને સરકાર ના સહયોગ થી ગામનો ખુબ જ વિકાસ થઈ રહ્યો છે. નવસારી જિલ્લાનાં મૂળ ઈચ્છાપોર ગામનાં પ્રકાશભાઈ નાયક હાલ રેહ. અમેરિકા તેઓની પ્રેરણા થકી આદર્શ ગામ વિકાસ પામી રહ્યું છે, અહી ચોંઢા ગામમાં દર વર્ષે અહી ગુરુ પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે. આદર્શ ગામ કેવું હોવું જોઈએ તે માટે ગ્રામ જનોને સતત બાપજી પ્રેરણાશ્રોત બનતાં હતાં તેઓ ગામનાં વિકાસમાં આગેવાનોના, પંચાયતનાં માર્ગદર્શક હતાં, સિક્ષણ અને સ્વાસ્થ્યનું ગામમાં ધ્યાન રાખતા સાથે વિદ્યાર્થીઓને જ્ઞાનાર્થે પ્રેરણા આપતાં, સેવામાં માનવતા ને પ્રાધાન્ય ગુરુજી વધારે આપતા હતાં. એમ વાસદા તાલુકા ના છેવાડાનુ અંતરિયાળ ચોંઢા ગામ “બાપજી”ના માર્ગદર્શને અને અથાગ પ્રયાસો અને આશિર્વાદથી વિકાસમાં આગળ વધી રહ્યું છે, ગત દિવસોમાં ગામના સરપંચને તેઓએ રાષ્ટ્ર સંત શ્રી. તુક્ડોજી મહરાજ દ્વારા લિખિત “ગ્રામ ગીતા” નામે હિન્દી પુસ્તક ભેટ આપી વાંચવા પ્રેરણા આપી હતી.
સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર સ્થિત ગુરુદેવ અવધૂત આશ્રમના પ્રેરિત સંતશ્રી પુ. વિશ્ર્વનાથ અવધૂતજી ના બ્રહ્મલીન મંગળવાર ના રોજ તેઓની 96 વર્ષેની વયે અંતિમ શ્ર્વાસ સુરત ખાતે લીધાં હતાં, બાદ તેઓનું પાર્થિવ શરીર ભકતોના દર્શનારથે રાખવામાં આવેલ હતું. તેઓ ની અંતિમ યાત્રા અને અગ્નિ સંસ્કાર આજરોજ ૧૧.૫૮ કલાકે બારડોલીના હરીપુરા ખાતે પવિત્ર તાપી નદી ના તટે ભારત દેશનાં વિવિધ સ્થળો થી મહાન સાધુ સંતો અને વિદ્વાનીનો હાજરીમાં મંત્રોચ્ચાર દ્વારા દિવ્ય દેહને સંસ્કાર અપાયો હતો, સદર સંતના બ્રહ્મલીન થવાની સાથે જ દેશ વિદેશનાં એમના ભકતોમાં ખૂબ ગમગીની છવાય જવા પામેલ. તેનુ જીવન એક સંત તરીકે નું અને સમાજના ગરીબ લોકોની સેવા કરવામાં તથાં ગૌશાળા તેમજ તબીબી સેવા કેન્દ્ર ચલાવવા ના સેવાભાવી કાર્યોની સુગંધ ફેલાવતાં હતા. સાથે જ તેઓ અખિલ ભારત સાધુ સમાજ પચ્ચિમ ઝોનના અધ્યક્ષ હતાં. સંત વિશ્ર્વનાથ અવધૂતજી ના ભકતગણ દેશ વિદેશમાં હજારોની સંખ્યામાં છે, જયારે તેઓ પોતાનો જ્ઞાન રસ ભક્તોને પીરસતાં તો લોકો કલાકો સુધી મગ્ન થઇ બેસી રહેતાં, એવાં સંત કે તેમની પાસે સાધુ, સંતો અને બનારસ યુનિવર્સીટી અને અન્ય યુનિવર્સીટીઓનાં વિદ્વાનો અને જીજ્ઞાશુંઓ છેક તેમનાં સુરત સ્થિત આશ્રમ ખાતે દોડી આવતાં હતાં, શાસ્ત્રભ્યાસી અને વેદ-પુરાણના જાણનાર અને કોઈપણ વિષયો પર બોહોળું જ્ઞાન ધરાવનાર એવાં સંત આજે પંચતત્વમાં વિલીન થયાં: ભક્તગણ અને લોકો થી લીધી ચીર વિદાય. દેશભર થી સંતો, મહાત્માઓ અને હજારો ભક્તજનો આ દુઃખદ પળમાં રહ્યા હાજર,
સમાજમા હિન્દુ સંસ્કૃતિ ને અખંડ રાખનાર અને પુજય સંતશ્રી બાપજી સરળ ભાષામાં લોકોને શિખવનાર એવાં સંતોની સમાજને તથાં ભારતીય પેઢી ને ખોટ પડશે, તેવું ભકતો દ્વારા જાણવા મળેલ છે. અને તેઓના માનાર્થે આજે ચોંઢા ગામે સંતશ્રી પુ. વિશ્ર્વનાથ અવધૂતજી ના બ્રહ્મલીન થવાના દિને હાઈસ્કૂલના કંપાઉન્ડમાં દેવીય વૃક્ષ પીપળો, વડ, લીમડો, કદમ, બીલીપત્ર જેવાં અનેક વૃક્ષનું રોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ, ચોંઢા ગામના ભકતોજનો, આગેવાનો હાજર રહી શાંતિ મંત્રો પાળી, તેમની પ્રતિમા ને પુષ્પો વધાવી આશીર્વાદ લીધાં બાદ તેઓની સ્મૃતિમાં અંતે દેવીય વૃક્ષનું રોપણનો કાર્યક્રમ યોજાયો હતો.