શિક્ષણ-કેરિયર

પોલિસ કમિશનર દ્વારા GPSC પરિક્ષા કેન્દ્રોની આજુબાજુ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર

સુરત શહેર પોલિસ કમિશનરે એક જાહેરનામાથી જી.પી.એસ.સી.ની પરીક્ષાના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા.

સુરત શહેરમાં આગામી તા.૨૧-૩-૨૦૨૧ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર ગુજરાત વહીવટી વર્ગ-૧, મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પરીક્ષાઓ શહેરના કુલ  ૪૬ જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર છે.
પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અંતર્ગત કોરોના વાયરસને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્રો પર આવનાર તમામ વ્યકિતઓએ ફરજીયાત માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજયામાં ચાર કરતા વધુ વ્યકિતઓને એકત્ર થવા, સભા ભરવા કે સરધસ કાઢવા તેમજ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા, વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તથા પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है