
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
ભરણ ગામે રેડ કરતા મળેલ બાતમી હકીકત મુજબનુ ડમ્ફર મળી વિદેશી દારૂનો કુલ કી.રૂ.૧૪,૭૭,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરતી LCB ભરૂચ પોલીસ:
ભરૂચ: પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી રાજયમા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ નાબુદ કરવા સારૂ સ્પેશયલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ હોય ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી પિયુષ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી ડ્રાઇવ દરમ્યાન જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બુટલેગરો ઉપર વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે દરમ્યાન આજરોજ તા-૨૯/૦૯/૨૦૨૧ નારોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની અલગ-અલગ ટીમો અંક્લેશ્વર વિસ્તારમા નાઇટ પટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંક્લેશ્વર તાલુકાના ભરણ ગામના કુખ્યાત બુટલેગર મુકેશ અર્જુનભાઇ વસાવા એક ડમ્ફર મા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો વેચાણ કરવા સારૂ લાવેલ છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે ભરણ ગામે રેડ કરતા મળેલ બાતમી હકીકત મુજબનુ ડમ્ફર મળી આવતા તેમા કરતા ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૬૯૧૨ જેની કુલ કી.રૂ.૦૭,૭૭,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતા દારૂનો જથ્થો તથા ડમ્ફર કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી સ્થળ ઉપર હાજર નહી મળી આવેલ ડમ્ફર ચાલક તથા બુટલેગર મુકેશ અર્જુનભાઇ વસાવા ને વોન્ટેડ જાહેર કરી તેઓ બન્ને વિરૂધ્ધમા અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. મા ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે.
વોન્ટેડ આરોપીના નામ:
(૧) ડમ્ફર ચાલક જેનું નામ ઠામ જણાઇ આવેલ નથી (૨) મુકેશ અર્જુનભાઇ વસાવા રહે-ભરણ તા-અંક્લેશ્વર જી-ભરૂચ
કબ્જે કરવામાં આવેલ મુદામાલ:
ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૬૯૧૨ તથા ડમ્ફર નંબર- GJ-06-YY- 7366 મળી કુલ કી.રૂ.૧૪,૭૭,૬૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ:
પો.સ.ઇ. પી.એસ.બરંડા,પો.સ.ઇ.એ.એસ.ચૌહાણ પો.સ.ઇ.વાય.જી.ગઢવી તથા ASI બાલુભાઇ, હે.કો.ઉપેન્દ્રભાઇ, હે.કો.હીતેષભાઇ.હે.કો જયેન્દ્રભાઇ, હે.કો.અજયભાઇ, હે.કો. જોગેન્દ્રદાન તથા પો.કો.મહીપાલસિંહ, પો.કો.શ્રીપાલસિંહ, પો.કો.વિશાલભાઇ, પો.કો કીશોરભાઇ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.