શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા નગર સ્વયંસેવક સંઘ દ્વારા આયુર્વેદિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું:
વ્યારા: તાપી જિલ્લામાં વધી રહેલા કોરોના વાઇરસના કેસોના પગલે વ્યારા નગર સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારાના નાગરીકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ગિલોય ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા. 25 અને 26 અપ્રીલ દરમિયાન વ્યારાનગરના વિવિધ વિસ્તારોમાં ગિલોય ગોળીનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફડકે નિવાસ, ટેકરી ફળિયું, માલીવાડ, દત્તકૃપા સોસાયટી વિસ્તાર, શંકર ફળિયું, ટેકરી ફળિયું, પાટ ફળિયું, નવું ઢોડિયાવાડ વિસ્તાર તથા માર્કેટયાર્ડ ( મંગા રોડીયાની ચાલ) ના કુલ 426 પરિવારોમાં કુલ 1716 ગિલોય ગોળીની પડીકી જેમાં, 7 દિવસ માટે 14 ગોળી મળી કુલ 24,024 ગોળીઓ વિતરણ કરવામાં આવી, જેમાં રાષ્ટ્રીય સેવિકા સંઘનની બહેનો, એબીવીપીના કાર્યકરો સહીત 10 સ્વયંસેવકો સેવામાં જોડાયા હતા.