ખેતીવાડી

ડેડીયાપાડા ખાતે કલરવ – ૨૦૨૨નો ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

ડેડીયાપાડા ખાતે કલરવ – ૨૦૨૨નો ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો;

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય તેમજ પોલીટેક્નિક કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ખાતે કલરવ -૨૦૨૨નો ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો;

કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય તેમજ પોલીટેક્નિક કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, ડેડીયાપાડા ખાતે કલરવ-૨૦૨૨નો ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડિગ્રી તેમજ ડિપ્લોમા બંને કોર્સનાં વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી નીવડે તેવી Glimpse of Agricultural Engineering નામની બૂક નું અનાવરણ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.ઝેડ. પી.પટેલ, આચાર્યશ્રી ડો.એસ. એચ.સેંગર, આમંત્રિત મહેમાનો તેમજ આ બૂકના એડિટર્સ ડો. હિતેશ સંચાવત, ડો.અરુણ લક્કડ અને ઇજ.સત્યનારાયણ સિંઘના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ બૂક દેશની વિવિધ 8 રાજ્ય કૃષિ યુનિવર્સિટી, 1 કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી તેમજ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એગ્રીકલ્ચરલ એન્જીનીયરિંગ,ભોપાલના લગભગ 45 થી વધુ વિવિધ ક્ષેત્રમાં નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે કૃષિ ઇજનેરીને લગતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર દેશના તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है