વિશેષ મુલાકાત

બારડોલીનાં સેવાભાવી સંસ્થા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લા માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોની ભેટ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જીલ્લામાં હવે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોની અછતનો અંત, દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા તાપી જિલ્લા માટે સ્વાસ્થ્ય સહયોગ: 

સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના હસ્તે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોનું લોકર્પણ કરવામાં આવ્યું:

બારડોલીનાં સેવાભાવી સંસ્થા  દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લા માટે ૨૫ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોની ભેટ:

વ્યારા-તાપી: કોરોના સંક્રમણથી નાગરિકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેની સાથે સેવાભાવી સંસ્થાઓ પણ પોતાના વિસ્તારોમાં મદદરૂપ થઇ રહી છે. તાપી જિલ્લામાં આજે બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા માનવસેવાના ભાગરૂપે આજના સમયની માંગને ધ્યાન રાખી ૨૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોની ભેટ આપવામાં આવી છે. જેનું લોકાર્પણ સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના હસ્તે જિલ્લાના સેવાસદન મીટીંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી સમગ્ર રાજ્યમાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આવી સ્થિતિ ફરી ન બને તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા પ્રશાસન દ્વારા ઉચ્ચ કક્ષાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વહિવટી તંત્ર દ્વારા સમયસર અસરકારક પગલા લેવામાં આવ્યા છે. જેની સાથે લોકોએ પણ જાતે સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાની ત્રીજી લહેરની પુર્વ તૈયારીના ભાગરૂપે સરકાર, પ્રશાસનના સાથે અન્ય સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. તે માટે સૌ લોકો અભિનંદનને પાત્ર છે. જનભાગીદારી થકી જ આપણે કોરોના ઉપર વિજય મેળવી સુરક્ષીત રહી શકીશું.”

આ પ્રસંગે જિલ્લાના ઉચ્છલ, નિઝર, સોનગઢ, વ્યારા, વાલોડ તાલુકાના સીએસચીના આરોગ્ય વિભાગની ટીમ તથા જિલ્લાને આશરે કુલ રૂ.૧૭ લાખના મૂલ્યના ૨૫ મશીનની ભેટ આપવામાં આવી હતી. દિવાળીબેન ટ્રસ્ટના ડાયરેક્ટર મુકેશભાઈ ભગત દ્વારા મશીનને વાપરવાની સઘન તાલિમ મેડિકલ ઓફિસરોને પ્રેઝન્ટેશન દ્વારા અને લાઇવ ડેમો દ્વારા આપવામાં આવી હતી. સાથે જણાવ્યું હતું કે, “ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં જ્યાં ઓક્સિજનની સુવિધાવાળા દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી. ત્યાં આ મશીનો લોકોના જીવ બચાવવા આરોગ્ય વિભાગને મદદરૂપ બનશે. દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને સુરતમાં આવા ૧૭૦૦થી વધુ મશીનો, ૫ લાખ માસ્ક તથા ૨૫૦૦૦ અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.”

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા હાથ ધરવામાં આવેલ સકારાત્મક પગલા અંગે માહિતી આપી હતી. તથા અંતરીયાળ ગામોમાં લોકોને રસીકરણ બાબતે જાગૃત કરવા સ્થાનિક ભાષાના ઉપયોગ સાથે ગામના આગેવાનના સહયોગ મેળવી રસીકરણની પ્રક્રિયા વેગવાન બનાવવા જણાવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામભાઇ ગામીત, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ, વ્યારા મામલતદાર બી.બી.ભાવસાર, સી.એચ.સી ટીમ અને દિવાળીબેન ટ્રસ્ટના સ્વયંસેવકોની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है