
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય અને ઠંડી ખુબ વધુ પડી રહી હોય ત્યારે ફુટપાથ પર ખુલ્લામાં રહેતા જરૂરીયાતમંદ પરીવારો અને તેના બાળકોને ધાબળા – સ્વેટર વિતરણ કરવા અંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ સાહેબ અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ રોટરી કલ્બ અંકલેશ્વર GIDC ના સહયોગથી અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન દ્વારા તા .૨૯ / ૧૨ / ૨૦૨૦ ના રોજ રાત્રે વાલીયા ચોકડી તેમજ અન્ય વિસ્તારોમાં જ્યાં ફુટપાથ પર ખુલ્લામાં બહારથી મજુરી અર્થે આવેલ જરૂરીયાતમંદ પરીવારો અને તેના બાળકો ઠંડીમાં રહે છે તેવા બાળકોને ગરમ સ્વેટરોનું વિતરણ કરવામાં આવેલ છે.