
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે રંગોત્સવ 2024-25 ની ભવ્ય ઉજવણી કરાઈ:
શાળાના બાળકોએ અદભુત કલા કૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા:
સર્જન વસાવા, નેત્રંગ: ગતરોજ તારીખ 12/02/2025 ને બુધવારના દિને પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં રંગોત્સવ 2024-25 નો કાર્યક્રમ શાળાના પ્રાંગણમાં યોજાયો હતો. જેમાં શાળાના બાલવાટિકા અને ધોરણ -1 થી 8 ના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં અનેક મહેમાનશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
રંગોત્સવની વિધિવત શરૂઆત બપોરેના 2:00 વાગે થઇ હતી. સૌ પ્રથમ પ્રાર્થના ગીત રજૂ થયું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત ગીત દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી માધવસિંહ વસાવા એ સ્વાગત પ્રવચન દ્વારા દરેકને પ્રેમથી આવકાર્યા હતા, તેમજ શાળાની અદભૂત સિદ્ધિની ઝલક અને શાળાનો વાર્ષિક રિપોર્ટ શાળાના શિક્ષિકા શ્રીમતી ગીતાબેને રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પધારેલ તાલુકા શિક્ષણાધિકારી શ્રી સુરેશભાઈ વસાવા અને બી.આર.સી. કોર્ડીનેટર સુધાબેન વસાવા તેમજ અન્ય મહેમાનોને પુષ્પગચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં 12 કૃતિઓ રજૂ થઈ હતી. દરેક બાળકોએ અદભુત કલા કૌશલ્ય બતાવીને સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.
શાળામાં 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ, એકમ કસોટીમાં સૌથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ, લાઇબ્રેરી નું વર્ષ દરમિયાન સુંદર સંચાલન કરનાર વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાને જરૂર જણાયએ મદદરૂપ થનાર વાલીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નેત્રંગ તાલુકા શિક્ષણાધિકારી શ્રી સુરેશભાઈ વસાવા અને બી.આર.સી. કોર્ડીનેટર શ્રીમતી સુધાબેન વસાવા, શ્રી સુનિલભાઈ ગામીત (એસ.આર.એફ. ફાઉન્ડેશન), એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલયનાં આચાર્ય શ્રી પ્રવિણભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રીમતી સંગીતાબેન ગાવિત, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રા.શા.વિજયનગર આચાર્યશ્રી જીતેન્દ્રસિંહ બોરાધરા, સર્જનભાઇ વસાવા (નર્મદા સંદેશ તંત્રી), જયદીપભાઈ વસાવા (ડે.સરપંચ મંડાળા), આચાર્ય શ્રી માધવસિંહ વસાવા તેમજ શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.