મારું ગામ મારાં ન્યુઝ

નર્મદા પોલીસે શરીર પર ઇંગ્લિશ દારૂનાં કોટરિયા બાંધેલા બુટલેગરને પકડ્યો:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યૂઝ , સર્જન કુમાર વસાવા, નર્મદા

નર્મદા  જિલ્લાના વણઝર ગામમાંથી પોલીસે બુટલેગરને પકડ્યો શરીર પર ઇંગ્લીશ દારુના 48 ક્વૉટરિયા બાંધી રાખ્યા હતા:

નર્મદા જિલ્લામાં પોલીસના ધાક વધતા બુટલેગરે દારુની હેરાફેરી માટે નવતર પ્રયોગ કરતા પોલીસ પણ ચોંકી ગઇ છે, અહીંના નાંદોદ તાલુકાના વણઝર ગામેથી પોલીસે સોમની રાત્રે એક ટુવ્હીલર ચાલકને 48 નંગ ક્વૉટરિયા સાથે ઝડપ્યો હતો, નવાઇની વાત એ છે તેણે બોટલો પોતાના શરીરે બાંધી રાખી હતી.

હાલમાં નર્મદા જિલ્લા સહિતત સમગ્ર ગુજરાતમાં પોલીસ દારૂની હેરાફેરી પર સઘન વોચ રાખી રહી છે.પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગથી માંડીને અંતરિયાળ અને અન્ય રાજ્યોના બોર્ડર વિસ્તારમાં સાથે જોડાયેલા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લા LCB દ્વારા પોતાના શરીર પર દારૂની બોટલો બાંધી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.રાજપીપળા પોલીસના રાત્રિ કોમ્બિંગ દરમિયાન ઝડપાયો.
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના આદેશ મુજબ નર્મદા LCB PI એ.એમ.પટેલ, PSI સી.એમ.ગામીત સહિત અન્ય પોલીસ કર્મીઓએ રાત્રી દરમિયાન કોમ્બિંગ કરી રહ્યા હતા ત્યારે નાંદોદ તાલુકાના વણઝર ગામની કેનાલ પાસે એક ટીવીએસ વિક્ટર મો.સા.નં. GJ 22 9864 પર જઈ રહેલા નિલમભાઇ નરપતભાઇ વસાવા પર શંકા જતા એને ઉભો રાખી પૂછપરછ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન એના શરીર પરથી ઈંગ્લીશ દારૂના 48 નંગ કવૉટરિયા પોલીસને મળી આવ્યા હતા, રાજપીપળા પોલીસે બુટલેગરને પકડી કાર્યવાહી હાથ ધરી છે, નર્મદામાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે સખત પગલાં લેવા તથા વધુમાં વધુ વૉચ તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા પોલીસ દ્વારા સઘન ચેકીંગને પગલે અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

બાપુના રાજ્યમાં દારુબંધ છતાં…

ગાંધી બાપુના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં બુટલેગરો કોઇને કોઇ યુક્તિ અજમાવી ધંધો કરવામાં સફળ રહે છે, તેમાં એવો આક્ષેપ પણ ઘણી વખતે થાય છે કે પોલીસ સાથેની સાંઠ-ગાંઠને કારણે આ બધુ ફાલી ફૂલી રહ્યું છે, એક બાજુ રાજ્ય સરકાર કડક જારુબંધીના અમલનો દાવો કરે છે, ત્યારે આવા કિસ્સા તેની ચાડી ખાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है