
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા “નારી શક્તિ” કાર્યક્રમ યોજાયો;
નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા ડુમખલ દ્વારા ડુમખલ સ્થાનિક વિસ્તાર માં “નારી શક્તિ” કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેથી સ્થાનિક વિસ્તાર માં મહિલા સુરક્ષા , જાગૃતિ, મહિલા વ્યવસાય થી આત્મનિર્ભર ને લાગતી માહિતી મળી શકે તે હેતુ થી તારીખ 29 ઑગસ્ટ ના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દેડીયાપાડા ના PSI અધિકારી શ્રી એચ.વી.તડવી દ્વારા મહિલા સુરક્ષા અને જન સાયબર ક્રાઇમ ની વિશેષ સમજણ સાથે કોરોના જરૂરી ની સાવચેતી અંગે સમજણ અપાઈ, સાથે વિસ્તાર માં ખુબ સંવેદનશીલ ભાવનાથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા દાતા શ્રી મહેભાઈ પટેલ અને દક્ષાબેન પટેલ દ્વારા મહિલાઓ ને જીવન જરૂરિયાતની 72 જેટલી “સ્વાસ્થ્ય કીટ” (રૂમાલ, સાબુ, કોપરેલ, કાસકો, માસ્ક, નાસ્તો) નું વિતરણ કરાયું હતું.