મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જીલ્લાની જનતા અને રાહદારીઓ માટે અગત્યનો સંદેશ:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ મહાલા

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ૭ માર્ગો વાહન વ્યવહાર માટે બન્ધ કરાયા :

વાહન ચાલકો તથા પ્રજાજનોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા ડાંગ જીલ્લા  કલેક્ટરશ્રીની અપીલ :

આહવા: તા: ૧૬: રાજ્ય સમસ્તની જેમ પહાડી પ્રદેશ ડાંગમાં પણ પડી રહેલા ધોધમાર વરસાદને પગલે, આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ જિલ્લાના ૭ જેટલા માર્ગો વરસાદી પાણીનો કારણે અવરોધાયા છે.

જિલ્લાના ફ્લડ કન્ટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામા આવેલા માર્ગો પૈકી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ હસ્તકના સાત જેટલા મારો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જ્યારે સ્ટેટ અને નેશનલ હાઈ વે રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે ચાલુ રહ્યા છે.

જિલ્લા પંચાયતના જે માર્ગો અવરોધાયા છે તેની વિગતો જોઈએ તો વઘઇ તાલુકામાં (૧) નાનાપાડા-કુમારબંધ રોડ ઉપર આવેલો લો લેવલ કોઝ વે અંબિકા નદીનું પાણી ફરી વળતા ઓવર ટોપિંગ થયો છે. તેજ રીતે (૨) સુપદહાડ-મોટાબરડા-લહાન બરડા-સૂર્યા બરડા લો લેવલ કોઝ વે, (૩) ઘોડવહળ વી.એ. રોડ, અને વન વિભાગનો (૪) કુડકસ-કોશીમપાતળ રોડ પણ ઓવર ટોપિંગને કારણે અવરોધવાયો છે.

વઘઇ ઉપરાંત આહવા તાલુકામાં (૧) સતી વાંગણ-કુતરનાચીયા રોડ, (૨) બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, અને (૩) ધુલચોન્ડ રોડના કોઝ વે પણ ઓવર ટોપિંગને કારણે અવરોધાયા છે.

આમ, આજે તા.૧૬/૮/૨૦૨૦ ના રોજ સવારે ૮ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના ૭ માર્ગો વાહવ વ્યવહાર માટે બન્ધ કરવામાં આવ્યાં  છે. આ માર્ગો બંધ થતાં પ્રજાજનોને જિલ્લા પ્રશાસને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સૂચવેલ માર્ગોનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.

ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે ડાંગ જિલ્લાની વિશિષ્ટ પરિસ્થિતિ જોતા અહીંની નદીઓમાં વરસાદને કારણે લો લેવલ કોઝ વે ઉપર પાણી ભરાઈ જવું એ સ્વાભાવિક છે તેમ જણાવી, વરસાદ બન્ધ થતા આવા માર્ગો સામાન્ય રીતે ૩/૪ કલાકમાં વાહન વ્યવહાર માટે ખુલ્લા થઈ જતા હોય છે તેમ જણાવ્યું છે.

પ્રજાજનોને વરસાદી પાણી ને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને અન્ય વૈકલ્પિક માર્ગે આવનજાવન કરવાની અપીલ સાથે કલેકટર શ્રી ડામોરે ડાંગ જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૭૨.૨૫ મી.મી.વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૯૩૨ મી.મી. નોંધાયો છે, તેમ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है