મારું ગામ મારાં ન્યુઝ

નર્મદા જીલ્લાના આંગણવાડીના લાભાર્થી બાળકોને ૨ (બે) જોડી ગણવેશનો લાભ અપાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાના ૩ થી ૬ વર્ષના કુલ-૧૯૮૫૨ આંગણવાડીના લાભાર્થી બાળકોને ૨ (બે) જોડી ગણવેશનો લાભ અપાશે:

           રાજપીપલા: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગની કમિશ્નરશ્રીની કચેરી દ્વારા ચાલુ વર્ષે આંગણવાડીના ૩ થી ૬ વર્ષની વયના બાળકોને ગણવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નર્મદા જિલ્લાના કુલ-૧૯૮૫૨ લાભાર્થી બાળકોને ૨(બે) જોડી તૈયાર ગણવેશ પૂરા પડાશે. જેમાં, છોકરાઓ માટે ૨ (બે) શર્ટ અને ૨(બે) હાફ પેન્ટ તેમજ છોકરીઓ માટે ૨(બે) પીના ફ્રોક ગણવેશ આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોને વિતરણ કરવામાં આવશે.  

નર્મદા જિલ્લા આઈસીડીએસ વિભાગ તરફથી ઉક્ત ગણવેશનો જથ્થો જે તે આંગણવાડી ઘટકમાં મોકલવામાં આવેલ છે, જ્યાંથી બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ દ્વારા આઈસીડીએસ વિભાગના સુપરવાઈઝર બહેનોને પોતાના સેજાની આંગણવાડીના બાળકોના ગણવેશ આપવામાં આવશે અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડીમાં આવતાં ૩ થી ૬ વર્ષની વયના લાભાર્થી બાળકોને ગણવેશ પહોચાડવામાં આવશે, તેમ આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી જિલ્લા પંચાયત, નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है