ક્રાઈમ

વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો આરોપી સહીત ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ , વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આધારે તથા પો.ઇન્સ.શ્રી કે.ડી. મંડોરા નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ એન.જે.ટાપરીયા તથા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા નાઓ એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને જંબુસર – વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન સાથેના પો.કો શૈલેષભાઇ ઇશ્વરભાઇ નાઓને બાતમી મળેલ કે “ તા.જંબુસરના પીલુદરા ગામ કેનાલ ચોક્કી નજીક રહેતા શીવાભાઇ ભીમસંગભાઇ પરમાર રહે પીલુદરા નાઓના ઘરે ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો છે , જે બાતમી આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એસ.રાઠોડ જંબુસર વિભાગ તથા એસ.ઓ.જી. ટીમ સાથે તેના ઘરે રેઇડ કરતા તેના કજામાંથી ગેરકાયદેસર નશા કારક માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો કુલ જથ્થો ૭ કિલો ૯૬૨ ગ્રામ કિંમત રૂપિયા ૪૭,૭૭૨ / – અને મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦ તથા વજન કાંટો અને વજનીયા રૂપિયા ૩૦૦ / મળી કુલ રૂપિયા ૪૮,૫૭૨/- ના મુદામાલ સાથે પકડાઇ જતા એન.ડી.પી.એસ.એકટ કલમ ૮ ( c ) , ૨૦ (b(iiiB), મુજબ વેડય પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર થતાં આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી.મંડોરા એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે.

આરોપીનું નામ:

શીવાભાઇ ભીમસંગભાઇ પરમાર ઉ.વ .૫ ર રહે.પીલુદરા કહાનવા રોડ , કેનાલ ચોકડી , તા.જંબુસર જિ.ભરૂચ

કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી:

સર્કલ પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એસ.રાઠોડ જંબુસર વિભાગ પો.સ.ઇ એન.જે.ટાપરીયા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા હે.કો. રવિન્દ્રભાઇ નુરજીભાઇ હે.કો અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ હે કો.ગીરીશભાઇ જેઠાભાઇ પો.કો. શૈલેષભાઇ ઇશ્વરભાઇ પો.કો , સુરેશભાઇ રામસીંગભાઇ પો.કો.વિનોદભાઇ રણછોડભાઇ પો.કો.મો.ગુફરાન મો.આરીફ ડ્રા.પો.કો. પ્રહલાદસિંહ દાનુભાઇ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है