
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
દેડિયાપાડા થી રાજપીપળા તરફ આવવાના માર્ગે ધામણ નદીના પુલ ઉપર પાણી ફરી વળ્યા-વાહનવ્યવહાર બંધ:
ગતરોજ સાંજે બે કલાક માજ 55 મી.મી.વરસાદ જયારે આજે માત્ર 2 કલાકમાં જ ધોધમાર વરસાદ 4 ઇંચથી પણ વધુ સર્વત્ર જળબંબાકાર:
દેડિયાપાડા સ્ટેટ હાઇવેમા ઠેરઠેર ખાડા પડયા હોય માર્ગ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને ભારે હાલાકી:
નર્મદા જીલ્લાના દેડિયાપાડા સહિત સમગ્ર તાલુકા વિસ્તારમા ગતરોજ સાંજ સહિત આજે બપોરે ગણતરી ના 24 કલાક દરમ્યાન ભારે વરસાદ પડતા જન જીવન ઉપર તેની સીધી જ અસર વર્તાઇ હતી, જનજીવન ઠપ્પ થયુ હતુ, તેમજ મુખ્ય માર્ગ ઉપર મોટાં મોટાં ખાડા પડ્યા હોય કલાકો સુધી વાહનો ના પૈડાં પણ થંભી ગયા હતા, હાઇવે રોડ ઉપર આવેલ બ્રીજ ઉપર વાહનોના ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
મળતી માહિતી અનુસાર દેડિયાપાડા ખાતે ગતરોજ સાંજે 55 મી. મી. જેટલો ભારે વરસાદ પડ્યો હતો, બે થી ત્રણ કલાક માજ વરસાદે સર્વત્ર જળબંબાકાર કર્યુ હતુ, જયારે બપોર ના ત્રણેક વાગ્યાના સુમારેથી વરસાદ વરસી રહ્યો હતો અને માત્ર 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ વરસતા જેથી જનજીવન પર સીધી અસર થઇ રહી છે.
દેડિયાપાડાના મુખ્ય બજાર સહિત મુખ્ય માર્ગ ઉપર ભારે પાણી ભરાતા દુકાનદારો સહિત ગ્રામજનો ભારે મુશ્કેલી મા મુકાયા હતા, દેડિયાપાડા તરફથી રાજપીપળા તરફ અને સાગબારા તરફ જવાના મુખ્ય માર્ગ ખુબજ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો પોતાના વાહનો ચલાવવા માટે ભારે તકલીફ પડી રહી હોય વાહન ચાલકોએ પોતાના વાહનો રોડની સાઇડ ઉપર ઉભાં કરી દીધા હતા .
ગતરોજ સાંજ થી આજરોજ સુધી ની વાત કરીએ તો 6 ઇંચથી પણ વધુ વરસાદ દેડિયાપાડા ખાતે ખાબક્યો છે. જયારે રાજપીપળા સહિત સમગ્ર જીલ્લામા આશમાનમા કાળા ઢીબબ વાદળો મંડળાયા હતા, જ્યારે દેડિયાપાડા મા 2 કલાકમાં જ 4 ઇંચ ભારે વરસાદ પડતા દેડિયાપાડા ખાતેથી પસાર થતી ધામણ નદીમા ભારે પુરની પરિસ્થિતિ સર્જાઇ હતી, નદીમા પાણીની ભારે આવક થતાં દેડિયાપાડાથી રાજપીપળા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર પારસી ટેકરા પાસે ધમણ નદીના પુલ ઉપર નદીના પાણી ફરી વળતા પુલ પાણીમા ગરકાવ થયો હતો, દેડિયાપાડા તરફથી પારસી ટેકરા થઇને રાજપીપળા તરફ જવાના મુખ્ય માર્ગ ને બંધ કરાયો હતો.