
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી સાયન્સ કોલેજ T.Y.Bsc મા અભ્યાસ કરતી હેતલ વસાવા એ 73.60 ટકા મેળવી કોલેજમાં ત્રીજા ક્રમે પાસ થઈ વસાવા સમાજ નું ગૌરવ વધારતા સમાજના આગેવાનો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.
માંગરોળ તાલુકાના કરગરા ગામની આદિવાસી પરિવારની હેતલબેન સંજયભાઈ વસાવા વાંકલ સરકારી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી. ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષામાં તેણે 73.60 ટકા મેળવી કોલેજમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરતા વસાવા સમાજના આગેવાનોએ હેતલ વસાવાને અભિનંદન આપ્યા છે આદિવાસી વસાવા સમાજમાં ખાસ શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની હેતલ વસાવા એ ખુબ જ મહેનત કરી પોતાનું અને પરિવારનું નામ રોશન કરી આદિવાસી વસાવા સમાજ નું ગૌરવ વધાર્યું છે હેતલબેન અભ્યાસમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ વસાવા સમાજ ના આગેવાનો દ્વારા પાઠવવામાં આવ્યા છે.