શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડાની ધામણ ખાડીનાં પુલ પર સ્થાનિક રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન;
અધિકારીઓ એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે હવે એમને પ્રજાનો અવાજ પણ સંભળાતો નથી..??
અંકલેશ્વર થી ડેડીયાપાડા થઈને મહારાષ્ટ્ર ને જોડતા રસ્તાની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે, છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રનાં પેટનું પાણી હલતું નથી, જેના કારણે ડેડીયાપાડાના રહીશો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવા પર મજબૂર થઈ ગયા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી ને કોઈ પણ બાહેધારી આપવામાં આવી નથી તો શું? આ સરકારના અધિકારીઓ એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે હવે એમને પ્રજાનો અવાજ પણ સંભળાતો નથી?
આ આંદોલન કરવાનો મુખ્ય હેતુ રસ્તો બનાવવાની માંગ છે કારણ કે આ ધામણ નદીના પુલ પર એટલા મોટા મોટા ખાડાઓ પડેલા છે એને પૂરવા માટે તંત્ર દ્વારા કપચીનો ભૂકો નાખીને હાલ પૂરી દેવામાં આવ્યા છે, પરંતુ આના લીધે એટલી બધી ધૂળની ડમરીઓ ઉડે છે કે બાઈક સવારો તેમજ આજુબાજુ રહેઠાણ વિસ્તાર આવેલો છે ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને નાના બાળકોના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી તેથી સ્થાનિક રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવા મજબૂર થવું પડ્યું હતું, હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા આ બાબતે શું પગલાં લેવામાં આવે છે કે આમ ને આમ સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે.