ધર્મરાષ્ટ્રીય

તાપી જીલ્લામાં બકરી ઈદ તહેવાર નિમિત્તે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું:

હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહેલી હોય જે અંગે સરકારશ્રી દ્વારા વખતો-વખત ગાઇડલાઇન બહાર પાડી કોરોના વાયરસને નિયંત્રણ કરવા માટેના તમામ તકેદારીના ભાગરૂપ કલેકટરે લીધાં પગલાં!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી પ્રેસનોટ

 જીલ્લામાં બકરી ઈદ તહેવાર નિમિત્તે D.M.તાપી જીલ્લા તરફથી કોવીડ-૧૯ મહામારીમાં જાગૃતિનાં ભાગરૂપ  જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું:

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૩૧ – તા.૧ લી ઓગષ્ટના રોજ મુસ્લિમ ધર્મનો બકરી ઇદ (ઇદ-ઉલ-અઝા)  નો તહેવાર આવે છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે. આ કુરબાની જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કોઇપણ પશુની કતલ કરવાની અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહ શાંતિનો ભંગ થવા સંભવ છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહેલી હોય જે અંગે સરકારશ્રી દ્વારા વખતો-વખત ગાઇડલાઇન બહાર પાડી કોરોના વાયરસને નિયંત્રણ કરવા માટેના તમામ તકેદારીના પગલાં લેવામાં આવી  રહયાં છે. જેથી તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલી મોટી મસ્જીદો, ઇદગાહોમાં બકરી ઇદના તહેવાર અન્વયે મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાનો કે ઝુલુસ યોજાવાની શકયતા હોય તેવા ધાર્મિક આગેવાનો/ટ્રસ્ટીઓ/સંચાલકો/મૌલવીઓને કોરોના વાયરસ અન્વયે ભારત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ યોગ્ય સમજ કરવી જરૂરી છે. જે અન્વયે તાપી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે.હાલાણી (આઈ.એ.એસ.) ને મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી આગામીતા.૦૫/૦૮/૨૦૨૦ સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરી આ મુજબ હુકમ કરવામાં આવ્યા છે.

જેમાં કોઇપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહિ. તેમજ કોઇપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહિ. બકરી ઇદ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહિ. કોરોના વાયરસની મહામારી ચાલતી હોય તમામ વ્યકિતઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. જાહેર જગ્યામાં કોઇપણ વ્યકિતએ થુંકવુ નહિ. ભારત સરકાર તથા ગુજરાત સરકારના કોરોના વાયરસને અટકાવવા માટેના વખતોવખતના હુકમોથી આપવામાં અવોલા આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓનો તમામે ચુસ્તપણે અમલ કરવાનો ફરજીયાત રહેશે.
આ જાહેરનામાનો અમલ તા.૦૫/૦૮/૨૦૨૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે.તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી,પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી સુધીનો હોદૃદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ માટે અધિકૃત કરવામાં આવે છે.

સાથે જ ગ્રામીણ ટુડે ન્યુઝ નેટવર્ક તરફ થી તમામ બિરાદરોને ને “ઈદ મૂબારક” 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है