મારું ગામ મારાં ન્યુઝ

જનક સ્મારક હોસ્પિટલનાં ટ્રસ્ટીઓ દ્વારા કર્મચારીઓની માંગણી ધ્યાને ન લેતા ગાંધી ચિંધ્યા માર્ગે:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ,  તાપી  કીર્તનકુમાર 

હોસ્પિટલના કર્મચારીઓની મૌખીક રીતે રજુઆત કરવા છતા ટ્રસ્ટીઓ કર્મચારીઓની માંગણી ધ્યાને ન લેતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા બાબત:

કોરોનાં વોરિયર તરીકે સન્માન પામેલા યોદ્ધાઓ પોતાના ન્યાય માટે ઉતરશે જંગે! કર્મચારી ઓ પોતાના હક માટેની લડાય લડી લેવાના મૂડ માં; 

  • ગતરોજ કરવામાં આવનાર શાંતિ આંદોલન બાબતે જિલ્લા તંત્રને કરાયા અવગત કે હમો જનક સ્મારક હોસ્પિટલના કર્મચારી યુનિયનના ઉપરોક્ત સંસ્થા સર્વોદય લેબર યુનિયન  ના કર્મચારીઓ આપની આરોગ્ય લક્ષી સંસ્થામાં વિવિધ હોદ્દાઓ ઉપર ઘણા સમયથી નિષ્ટા અને  વફાદારી પૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે, આ કર્મચારીઓએ ટ્રસ્ટી શ્રી ઓને તથા ભુલાભાઈ વૈદિક ટ્રસ્ટના ટ્રસ્ટી ઓને પણ વારંવાર પગાર વધારા બાબતે વારંવાર મૌખિક રજુઆત કરવા છતાં સંસ્થાએ ઓફીસ સ્ટાફમાં તથા નવા કર્મચારી આવેલ તેઓનો પગાર વધારો કરવામાં આવેલ છે પરંતુ જે કર્મચારીઓ લાંબા સમયથી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેઓનો કોઇપણ જાતનો પગાર વધારો તથા અન્ય ભથ્થાઓમાં કોઇપણ જાતનો વધારો કરવામાં આવેલ નથી જેથી આ નોટિસ મળે દિન-૦૭ માં કર્મચારીઓની માંગણી ન સ્વિકારાય તો તા.04-04-2021 ના રોજ થી તમામ કર્મચારીઓ તમામ  કામથી અળગા રહેવાનું નક્કી કરવામાં આવેલ છે. જેથી આ દરમ્યાન જો કોઇ બનાવ બનશે તો તેની સઘળી જવાબદારી હોસ્પિટલ નાં ટ્રસ્ટીશ્રીઓની રહેશે. અમો ભારત સરકારના કોવિડ-૧૯ ના હુકમ મુજબ પાલન કરી કામથી અળગા રહીશું. જે આ નોટીસ આપી જણાવવામાં આવે છે. સદર લેટરમાં ધરણા કાર્યક્રમ અને સમય, સ્થાન એમ દરેક બાબત નો કરાયો ઉલ્લેખ. જોવું રહયું આરોગ્ય કર્મચારીઓને ન્યાય મળે છે કે નહી?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है