મારું ગામ મારાં ન્યુઝ

નવનિર્મિત ગ્રામ પંચાયત ઓફિસ ડોલારાનું ઈ- લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ડોલારા ગામે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ નવનિર્મિત ગ્રામ પંચાયત ઓફિસ ડોલારાનું ઈ- લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આજના ઈ- લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે તાપી જિલ્લાના બાંધકામ ચેરમેન શ્રી. નિતીનભાઈ એન ગામીત તથા બાંધકામ સભ્ય ગીરીશભાઈ ચૌધરી, તા.પં. ચાંપાવાડી સભ્ય હસમુખભાઈ ગામીત, સામાજિક કાર્યકર ધવલભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. ડોલારા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી. નિતેશભાઈ એન ગામીત, તલાટી શ્રી, વડ સભ્યો, આગેવાનો તથા ગામ લોકોની હાજરીમાં તાપી જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેન શ્રી. નિતીનભાઈ એન ગામીત ના વરદ હસ્તે રીબીન કાપી ગ્રામ પંચાયત ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, સાથે માન. મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી અને માન. નાયબ મુખ્યમંત્રી શ્રી. નિતીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષ પૂર્ણ થશે તેના નિમિત્તે ‘ પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ સૌના વિકાસના’  અંતર્ગત સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રી. નિતેશભાઈ એન ગામીતે મહેમાનોનું શાબ્દિક તથા બુકે આપી સ્વાગત કર્યું હતું, સાથે બિલ્ડીંગ બાંધકામ યોજના, ખર્ચ વિશે માહિતી આપી હતી. સામાજિક કાર્યકર શ્રી. ધવલભાઈ ચૌધરીએ ગુજરાત રાજ્યના ભાજપા માન. મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણી અને માન. નાયબ મુખ્યમંત્રી શ્રી. નિતીનભાઈ પટેલના સફળતા ના પાંચ વર્ષ, વિકાસ લક્ષી યોજનાઓ, રોજગાર, શિક્ષણ, આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉદઘાટન પ્રસંગનું સંપૂર્ણ સંચાલન શ્રી. પ્રદિપભાઈ એફ ગામીતે કર્યું હતું, આવેલા મહેમાનો, સરપંચ શ્રી, આગેવાનો તથા ગામ લોકોનો આભાર માનીને પ્રસંગને યાદગાર સફળ બનાવ્યો હતો.

સદર પંચાયત ઘર બનતા ડોલારા ગામના લોકોને પંચાયતને લગતા કામો કરાવવા સરળતા રહેશે તેમજ સરપંચશ્રી તથા તલાટીકમ મંત્રીશ્રીને ગ્રામ સભા તથા અન્ય સરકારી કામો કરવા પંચાયત ઘર ઘણું ઉપયોગી થશે. તદઉપરાંત ગામલોકોને સરકારી સામુહિક શિયાણ, આરોગ્યલક્ષી કામો માટે ખુબ જ ઉપયોગી થઈ રહેશે. આ પંચાયત ઘર બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂા.૧૪.૦૦ લાખની વહીવટી મંજુરી મળેલ છે.

સદર પંચાયત ઘર બનતા ગામના લોકોને સામુહિક કે વ્યક્તિગત કામો માટે ઘણી જ સાનુકૂળતા રહેશે. તથા હાલ સરકારશ્રી ધ્વારા ગ્રામ પંચાયત લેવલે ઘણીજ ડીજીટલ કામગીરી હાથ ધરવાની હોઈ સદર મકાનની ઉપયોગીતા ઘણી જ વધી જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है