
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે વાલી મિટિંગ યોજાઈ:
પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ગુણોત્સવ મૂલ્યાંકનમાં જિલ્લામાં “એ” ગ્રેડ ધરાવે છે:
ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે આવેલ પ્રાર્થનાખંડ માં તા.૯,જૂન,૨૦૨૩ નાં રોજ સવારે ૯ કલાકે વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમા શાળા ના શિક્ષકશ્રી.મહીપત સિંહ. જાદવ દ્વારા તમામ વાલીઓને આવકારવામાં આવ્યા હતા, તેમજ શાળા ની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ તમામ વાલીઓને શાળા સાથે સંપર્કમાં રહેવા તેમજ શાળા ની આકસ્મિક મુલાકાત લેવા અને શાળામાં બાળકોને નિયમિત પણે મોકલવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
વધુમાં શાળાના શિક્ષક શ્રી.સુહાસ રજવાડી દ્વારા વાલીઓ સાથે નવી શિક્ષણનિતી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ શિક્ષકશ્રી. સતીષ વસાવા દ્વારા શાળા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતી અનેક સહાય બાબતે વાલીઓને માહીતિગાર કર્યા હતાં.
આ મિટિંગ માં શાળાના શિક્ષકો, તેમજ SMC સભ્યો તેમજ બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નેત્રંગ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા થવા બ્રાન્ચનાં બાળકો અદ્યતન સુવિધા સજ્જ ભણતરની સાથે સાથે કુદરતી સૌંદર્ય થી સુશોભિત અને નયનરમ્ય બાગ- બગીચાઓમાં પણ મઝા માણવાનો લાહવો પ્રાપ્ત કરી રહ્યા છે,સાથે સાથે આ શાળામાં દરેક ક્લાસ દીઠ વોટ્સઅપ ગ્રુપની વ્યવસ્થા કરવામાં આવી છે, શાળામાં સુંદર ગણવેશની વ્યવસ્થા છે, તેમજ CCTV કેમેરા દ્વારા તમામ બાળકોને નજર હેઠળ રાખવામાં આવી રહ્યા છે, તમેજ બાળકોને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સહિત ઓકટોપેડ તેમજ કી બોર્ડ દ્વારા સંગીત નું જ્ઞાન પણ પ્રાપ્ત કરી રહ્યા છે. બાળકોને દરરોજ પોસ્ટિક મધ્યાહન ભોજન પણ પીરસવામાં આવી રહ્યું છે, સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ અનેક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓમાં તેમજ રમત-ગમત ક્ષેત્રે વારંવાર સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે ત્યારે આ શાળાને બે શિક્ષકો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મળેલ છે, જેમના દ્વારા બાળકોને શાળામાં વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ, તહેવારની ઉજવણી, બાળકોને હસ્તકલા ની કારીગરી તેમજ વર્ગોમાં ડિજિટલ લાયઝેશન દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં પ્રોજેક્ટર, જ્ઞાનકુંજ, એન્ડ્રોઇડ ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ્સ ના માધ્યમથી આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં આસપાસના ગામના વાલીઓનો પણ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે અને વાલીઓ દ્વારા લોકફાળા પણ આપવામાં આવે છે, જેના દ્વારા બાળકોને આ શાળામાં સારું એવું શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના કારણે આજે શૈક્ષણિક કાર્ય અભ્યાસિક પ્રવૃત્તિઓ જેના આધારે આજે પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ગુણોત્સવ મૂલ્યાંકનમાં જિલ્લા કક્ષાએ “એ” ગ્રેડ પણ હાંસલ કર્યો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, દક્ષિણ ગુજરાત