શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા ડાંગ જીલ્લા મથક ખાતે આશરે 30 વર્ષીય મહિલાનું અભ્યમ ટીમ દ્વારા પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું.
ડાંગ જીલ્લા મુખ્ય મથક આહવા ખાતે 30 વર્ષીય જાનકી બેન ( નામ બદલેલ છે.) મહિલા નું પરિવાર સાથે સુખદ મિલાન કરાવ્યું આજે આહવા તાલુકા ના એક ગામમાંથી પરિણીતા બહેન ને મારઝૂડ કરી ને ઘર માંથી પોતાના પતિ એ મારી ને કાઢી મુકેલ હતા જેથી તેઓ તેમના બહેન ના ઘરે ગયા અને ત્યાં થી પોતાના પિયર જવા નીકળ્યા પરંતુ ઘરે થી ચાલી ને નીકળ્યા હોવા થી તેઓ પાસે પૈસા ન હોય તેવા સંજોગોમાં કોઈક જાગૃત નાગરિકની નજરમાં આવતા મહિલા અભ્યમ હેલ્પલાઈન 181 પર કોલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મહિલા હેલ્પલાઈન 181 ના કાઉન્સેલર નેહાબેન અને એમની ટીમ દ્વારા તેઓના પિયર ના લોકો ને શોધી કાઢવામાં આવ્યા અને ઘરના સાથે સુખદ મિલન કરાવ્યું અને ઘરના લોકો દ્વારા ખુબજ આભાર માનવામાં આવ્યો હતો, એમ મહિલા હેલ્પલાઈન અભ્યમ ટીમ ડાંગ દ્વારા માનવતા મહેકાવી ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું.