
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, પત્રકાર: પ્રદીપ સાપુતારા
‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત આહવાના એસ.ટી.ડેપો ખાતે યોજાયુ સફાઈ અભિયાન:
આહવા: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૫ ઓક્ટોબર રવિવારના રોજ રાજ્યભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં અને જાહેર સ્થળો મા વિશેષ ‘સફાઈ અભિયાન’ હાથ ધરવાના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
આહવાના બસ સ્ટેન્ડ ખાતે ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ તથા સફાઈ અભિયાનમા સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, અને ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક જોડાઈને, સ્વચ્છતાને સંસ્કાર બનાવવાના ભગીરથ કાર્યમાં આહુતિ આપી હતી.