મારું ગામ મારાં ન્યુઝ

આદિવાસી સર્વાગી વિકાસ સંઘ દ્વારા કલેક્ટર તાપીને આવેદનપત્ર આપવામાં આવ્યું: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ તાપી કિર્તનકુમાર

આદિવાસી સર્વાગી વિકાસ સંઘ (લોક સંગઠન) સોનગઢ દ્વારા કલેક્ટર તાપીને આવેદનપત્ર આપવામાં આવ્યું: 

મોબાઈલ નેટવર્ક સુવિધા ઉપલબ્ધ કરવામાં થયેલ અન્યાય સામે ન્યાય ન મળે તો આવનાર સ્થાનિક સ્વરાજ ની  ચૂંટણી બહિષ્કાર થશે જેની જાણ કરવા બાબતે:

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડાંગ જિલ્લા સરહદે અને પહાડી વિસ્તારમાં આવેલા 13 જેટલા ગામો જેવા કે કાંટી, કાલધર, આમથવા, સેલઝર, ધનમૌલી, ઓટા, મોટાતારપાડા, કપડબંધ, સિનોદ ખપાટિયા, લવચાલી, સાદડકુવા, રાસમાટી જે ગામોમાં આઝાદીના આજદિન સુધી ડિજિટલ યુગમાં નેટવર્કની સુવિધા ઉપલબ્ધ થઈ નથી. જે નેટવર્ક સંદર્ભે સોનગઢ તાલુકાના કાંટી , કાલધર ગામના શિક્ષિત યુવાનો અને આદિવાસી સર્વાગી વિકાસ સંઘ (લોક સંગઠન) સોનગઢ દ્વારા તા.૦૩/૦૯/ર૦૨૦ ના દિને તાપી જિલ્લાના કલેક્ટર શ્રી આર. જે. હાલાણી સાહેબને ગામની નેટવર્ક અને પ્રાથમિક સુવિધાઓની વાસ્તવિક પરિસ્થિતિ, પડતી મુશ્કેલીઓ સંદર્ભે રૂબરૂ રજુઆત કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ કલેક્ટર સાહેબે રજુઆત ને ધ્યાને લઈ સોનગઢના કાંટી , કાલધર ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત લેતી વખતે કલેક્ટર સાહેબે ગામમાં નેટવર્કની સુવિધાઓ પુરી પાડવામાં આવશે આવી ખાતરી આપી અને ગામલોકોમાં વિશ્વાસ બેસાડ્યો હતો. પરંતુ આવેદનપત્ર આપ્યા અને ગામની મુલાકાત લીધાના 4 મહિના પુરા થવાના આરે આવ્યા છે. છતાં અમારી રજુઆતને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે બોરદા વિસ્તારમાં ત્રણ ટાવરની મંજૂરી આપવામાં આવી છે. તો અમારી રજુઆતોને કેમ ધ્યાનમાં લેવામાં આવતી નથી..? અમારી સાથે કેમ અન્યાય કરવામાં આવ્યો..?

અમારો ધ્યેય : આદિવાસી સમાજ આર્થિક, સામાજીક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક રીતે જાગૃત બને, સંગઠિત થાય અને હકકો મેળવી, સર્વાગી વિકાસ કરી, સ્વાવલંબી બને, સ્વમાન-ભેર જીવન જીવે  ત્યાં સુધી લડત ચાલુ રહશે, 

સોનગઢના ઉપરોક્ત દર્શાવેલ તમામ ગામોમાં આજે નેટવર્ક અભાવને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મેળવવા ઉંચા ટેકરાઓ કે ઝાડો પર ચડવું પડે છે જેની રજુઆત તંત્રને અમે જુલાઈ મહિનાથી ન્યૂઝના માધ્યમ કે રૂબરૂ રજુઆત કરી ધ્યાને દોરી હતી છતાં અમને નેટવર્કની સુવિધાઓ આપવામાં આવતી નથી. તો શુ અંતરિયાળ વિસ્તારના ગામડામાં વસવાટ કરતા આદિવાસી લોકો દેશના નાગરિક નથી..? શુ આદિવાસી વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવાનો અધિકાર નથી…? શુ ગામડાંમાં નેટવર્ક ની સુવિધાઓ પૂરી પાડવાની સરકારની જવાબદારી નથી.. ? જો નેટવર્કના પ્રશ્નોને લઈ તંત્ર દ્વારા અઠવાડિયા સુધીમાં કોઈ નિરાકરણ ન લાવે તો ઉપરોક્ત ગામના રહીશો સ્વયે ચૂંટણી બહિષ્કાર કરશે અને સંગઠન પણ ઝુંબેશ હાથ કરશે. તેની સઘળી જવાબદારી તંત્ર ની રહેશે. જે આપ સાહેબશ્રીની જાણ સારુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है