દક્ષિણ ગુજરાત

પો.સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન વિદેશી દારૂ ઝડપી પાડતી ઝઘડિયા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

પડાલ ગામ તરફ લાવવામાં આવતો ભારતીય બનાવટના ઇંગલીશ દારુ ભરેલ ફોર્ડ એન્ડેવર કારને ઝડપી પાડતી ઝગડીયા પોલીસ,

ભરૂચ : પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી આગામી જીલ્લા પંચાયત / તાલુકા પંચાયત / નગરપાલીકા ચૂંટણી અનુસંધાને જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સારૂ તેમજ ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી અટકાવવા સારૂ સ્પેશયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય અને ડ્રાઇવની અસરકારક અમલવારી કરી પ્રોહિના કેસો શોધી કાઢવા આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ ઝગડીયા પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી આધારે તલોદરા કેનાલ નજીક આવતા ખાનગી બાતમી મુજબની સામેથી એક સફેદ કલરની ફોર્ડ કંપનીની એન્ડેવર કાર જેનો RTo રજીસ્ટ્રેશન નં.GJ 04 BE 2736 ની આવતા સામેથી આવતી પોલીસ કાર જોઇ સદર કારનો ડ્રાઇવર અંધારાનો લાભ લઈ નાશી જતા ઉભી રહેલ કારનો દરવાજો ખોલી તપાસ કરતા નીચે મુજબનો પ્રોહિ મુદ્દામાલ મળી આવેલ છે.

ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની નાની-મોટી બોટલ તથા બિયરના ટીન મળી કુલ નંગ-૬૮૪, બોટલો ३.१,४०,४००/- દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ફોર્ડ કંપનીની એન્ડેવર કાર નં.GJ04 BE 2736 કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-ગણી કુલ કિ.રૂ.૧૬,૪૦,૪૦૦/-નો મુદામાલ મળી આવેલ છે,

(વોન્ટેડ આરોપીઓ)

(૧) નિકેશકુમાર જસવંતભાઇ મોદી રહે. ૭૫,જૈન દેરાસર ફળીયુ તલોદરા તા.ઝગડીયા જી.ભરૂચ (૨) ફોર્ડ કંપનીની એન્ડેવર કાર નં.GJ 04 BE 2736નો ચાલક જેનું નામઠામ જણાયેલ નથી.

( કામગીરી કરનાર અધિકારી/કર્મચારી)

(૧) પી.એચ વસાવા – પોલીસ ઇન્સપેક્ટર

(૨) ડી.આર વસાવા – પોલીસ સબ ઇન્સપેક્ટર

(૩) અ.પો.કો મુકેશભાઇ મેરાભાઈ બ.નં,૧૦૪૪

(૪) આ.પો.કો અલ્પેશભાઇ ત્રિભોવનભાઈ બ.નં.૪૪૮ નાઓ ધ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है