
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જીલ્લાના ઉકાઇ ખાતે રાજ્યના ૨૮ મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકોની ૪૫ દિવસીય તાલીમ શરૂ કરવામાં આવી:
રાજ્યમાં નીલક્રાંતિને પ્રોત્સાહન મળે તે માટે સરકારશ્રીનો ભગીરથ પ્રયાસ;
વ્યારા-તાપી: તાજેતરમાં સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ દ્વારા રાજ્ય સરકારના ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકો માટે ૪૫ દિવસનું ટેકનીકલ ડીપાર્ટમેન્ટલ ટ્રેનીંગનું આયોજન મત્સ્યોધોગ નિયામકની કચેરી ઉકાઈ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ફિશરીઝ વિભાગના કુલ ૨૮ મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકો હાજર રહ્યા હતા. રાજ્યમાં નીલક્રાંતિને પ્રોત્સાહન મળે અને તાલીમાર્થીઓના કૌશલ્યોમાં વધારો થાય તેવા શુભ આશયથી વિવિધ વિષયોના નિષ્ણાતો આ તાલીમમાં વિસ્તૃત જાણકારી આપશે.
તાલીમના ઉદઘાટન પ્રસંગે એક્વાકલ્ચર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એમ.કે. ચૌધરી, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક અશોક પટેલ, મત્સ્યોદ્યોગ અધિક્ષક ગાંધીનગર રાહુલ લશ્કરી અને સેન્ટર ઓફ એકસલન્સઇન એક્વાકલ્ચરના વડા ડો. સ્મિત લેન્ડે ઉપસ્થિત રહી તાલીમાર્થીને પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે આભારવિધિ ડો. રાજેશ વસાવા દ્વારા કરવામાં આવી હતી.