દેશ-વિદેશવિશેષ મુલાકાત

વ્યારા ખાતેનાં ટાઉન હોલ ખાતે કલેક્ટરશ્રી તાપીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

“ગરીબોની બેલી સરકાર” તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા:
………………
પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ૨.૦ હેઠળ વ્યારા અને વાલોડ તાલુકો સ્મોક ફ્રી જાહેર કરાયો:
………………..
જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાય આપવામાં આવી;
……………….
ટાઉન હોલ વ્યારા ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો:
………………..
વ્યારા-તાપી : સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા/નગરપાલિકા અને તાલુકાઓમાં ૪૦૦ થી વધુ સ્થળોએ “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તાપી જિલ્લા સહિત તમામ તાલુકાઓ મળી કુલ ૦૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે વ્યારા નગરપાલિકા- ડો.શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે આયોજીત જિલ્લાકક્ષાના કાર્યક્રમ હેઠળ અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ વ્યારા અને વાલોડ તાલુકાને કેરોસિનના ધુમાડા રહિત એટલે કે સ્મોક ફ્રી જાહેર કરતા જણાવ્યું હતું કે, ચુલાના ધુમાડાથી બહોનોના આરોગ્ય ઉપર માઠી અસર થતા તેઓને આ સમસ્યામાંથી ઉગારી લેવા ઉજ્વલા યોજના ૨૦૧૬માં શરૂ કરવામાં આવી હતી. આજે ઉજ્જ્વલા યોજના ૨.૦ બીજા ફેઝની શરૂઆત થતા તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા તાલુકાની તમામ બહેનોને આ યોજનામાં આવરી લઇ કેરોસિનના ધુમાડા રહિત એટલે કે સ્મોક ફ્રી જાહેર કરતા સૌને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે સમગ્ર તાપી જિલ્લાને નજીકના સમયમાં સ્મોક ફ્રી જિલ્લો જાહેર કરવામાં આવશે એમ પણ ઉમેર્યું હતું.
તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ માર્ગદર્શન હેઠળ અને રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને વંચિતોને અનુલક્ષીને વિવિધ સહાયકારક યોજનાઓ ઘડવામાં આવી છે જેમ જણાવી કોરોના મહામારીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નિ:શૂલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૫૨ લાખની સહાય થકી પાકુ આવાસ અને શૌચાલય બનાવવાની યોજના અમલમા છે જેની વિસ્તૃત જાણકારી આપી અન્ય યોજનાકીય બાબતો અંગે ઉપસ્થિત સૌને માહીતગાર કર્યા હતા. મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ કોરોનાકાળમા માતા-પિતા ગુમાવનાર બાળકો અને સો ટકા રસીકરણ સિધ્ધિ મેળવનાર ગ્રામ પંચાયતના સરપંચોને સહાય પત્ર અને પ્રમાણપત્ર મેળવવા બદલ અભિનંદન પઠવી સૌ નાગરિકોને મહારસીકરણ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેથળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ હેઠળ તાલુકા/નગરપાલિકા મળી કુલ-૪૦૦ લાભાર્થીઓને કીટ (સ્ટવ, હોજ પાઈપ, ગેસ સીલીન્ડર(કટ આઉટ), રેગ્યુલેટર અને સિકયોરીટી ગાઈડલાઈન) ઉપરાંત SV (સન્ક્રીપ્શન વાઉચર) આપવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન હેઠળ સામુદાયિક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ, શૌચાલયનું સમારકામ તેમજ નવા શૌચાલય બાંધકામ માટે કુલ ૧૦૫ લાભાર્થીઓને લાભ અને સહાયપત્રો અર્પણ કરવામા આવ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ જિલ્લાના કુલ ૪૫ બાળકોને સહાય આપવઆમા આવશે જેમાં બન્ને વાલી ગુમાવનાર બાળકોને માસિક રૂ.૪,૦૦૦/- અને એક વાલી ગુમાવનાર બાળકને માસિક રૂ.૨,૦૦૦/- તે બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી મળવાપાત્ર છે. આ ઉપરાંત આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા સો ટકા કોવિડ વેક્સીનેશન થયેલ હોય તેવી ગ્રામ પંચાયતોના સરપંચોમાં કાનપુરા અને છિંડિયાના સરપંચશ્રીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાયસેગ માધ્યમ દ્વારા અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પુરવઠા અધિકારી નૈતિકા પટેલે સ્વાગત પ્રવચન અને ચીફ ઓફિસર વ્યારા શૈલેશ પટેલે આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમમાં ન.પા.પ્રમુખ સેજલબેન રાણા, ડીઆરડી નિયામક જે.જે.નિનામા, પ્રાંત અધિકારી હિતેશ જોષી, મામલતદાર બી.બી.ભાવસાર, સહિત પદાધિકારીઓ તથા લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને નિઝર ખાતે “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમો યોજાયો;

વ્યારા-તાપી: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ જન્મદિનની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના ૪૦૦ થી વધુ સ્થળોએ “ગરીબોના બેલી” કાર્યક્રમનના આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના તમામ તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ એક-એક એમ કુલ ૦૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસી નિઝર ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાની અધ્યક્ષતામાં લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અનેકવિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है