રાજનીતિ

ડાંગમાં ૮૧.૦૨ ટકા મતદાન નોંધાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગમાં ૮૧.૦૨ ટકા મતદાન નોંધાયું:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામા આજે યોજાઇ રહેલા કુલ ૪૨ ગ્રામ પંચાયતોમાં ૩૭ સરપંચ અને ૨૩૪ વોર્ડ સભ્યોની ચૂંટણી માટે સાંજે ૫ વાગ્યા સુધીમાં અંદાજીત ૮૧.૦૨ ટકા મતદાન નોંધવા પામ્યુ છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકામા ૧૭ પંચાયતમાં નોંધાયેલા ૧૨,૪૯૧ પુરુષ મતદારો અને ૧૨,૨૭૪ સ્ત્રી મતદારો મળી કુલ ૨૪,૭૬૫ મતદારો પૈકી સાંજના ૫ વાગ્યા સુધીમાં ૯,૩૩૮ પુરુષ અને ૯,૨૦૧ સ્ત્રી મળી કુલ ૧૮,૫૩૯ મતદારોએ મતદાન કરતા અહી ૭૪.૮૬ ટકા મતદાન નોંધાયુ છે

જ્યારે વઘઇ તાલુકામા ૧૨ પંચાયતોમા નોંધાયેલા ૮,૨૬૨ પુરુષ મતદારો અને ૮,૫૪૩ સ્ત્રી મતદારો મળી કુલ ૧૬,૮૦૫ મતદારો પૈકી ૬,૮૪૦ પુરુષ અને ૭,૦૧૯ સ્ત્રી મળી કુલ ૧૩,૮૫૯ મતદારોએ મતદાન કરતા અહી ૮૨.૪૭ ટકા, અને સુબિર તાલુકામા ૧૨ પંચાયતોમા નોંધાયેલા ૧૦,૦૫૪ પુરુષ મતદારો અને ૯,૮૯૧ સ્ત્રી મતદારો મળી કુલ ૧૯,૯૪૫ મતદારો પૈકી ૮,૯૪૩ પુરુષ અને ૮,૪૯૮ સ્ત્રી મળી કુલ ૧૭,૪૪૧ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા અહી ૮૭.૪૫ ટકા મતદાન નોંધાયુ છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં અગાઉ ૧૬ ગ્રામ પંચાયતો બિનહરીફ થતાં આજે કુલ ૪૨ ગ્રામ પંચાયતમાં ૩૭ સરપંચ અને ૨૩૪ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઇ રહી છે. જે માટે જિલ્લાના કુલ ૧૨૭ મતદાન મથકોએ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન નોંધાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है