
શ્રોત: ગ્રામીણ ટુડે પ્રતિનિધિ વ્યારા, તાપીનાં વ્યારામાં સોસિયલ મીડિયામાં વધતાં ગુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ! સોસિયલ મીડિયાનો ઉપયોગ કેટલો ફાયદો કેટલું નુકશાન? આ ઘટના માતાપિતા માટે લાલ બત્તી સમાન! આવું પણ થાય છે?
સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વ્યારા નગરનાં સાત નબીરાઓએ સગીર વયની યુવતિના નગ્ન ફોટા અને વિડીયો એકબીજાને વાયરલ કરી તેણીની પાસેથી અઘટિત માંગણીઓ કરી: પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ!
વ્યારા પોલીસ સ્ટેસન દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા ખાતેની એક સગીર વયની યુવતિને યશ જીતુભાઇ ઢીમ્મર રહેવાસી- અભિષેક એસ્ટેટ તળાવ રોડ વ્યારાએ લગ્નની લાલચ આપી ફોસલાવી પટાવીને યુવતિનાં નગ્ન ફોટા અને વિડીયો મોબાઇલ ફોન ઉપર વોટ્સ એપ ઉપર મંગાવ્યા હતાં તેણે નગ્ન ફોટા તથા નગ્ન વિડિયો આરોપી નબીલ સફા પઠાણ રહેવાસી – માલીવાડ વ્યારા તથા કાર્તિક ચંન્દ્રકાંત પટેલ રહેવાસી – કોળીવાડ વ્યારાને વાયરલ કરી દેતા તેઓએ આરોપી ( ૧ ) અક્ષય ધીરૂભાઇ પટેલ રહેવાસી – સ્વામિનારાયણ મંદિર પાસે વ્યારા ( ૨ ) કેવિન રાજુભાઇ રાણા રહેવાસી- ગોલવાડ વ્યારા ( ૩ ) ઉત્સવ હિતેશભાઇ શાહ રહેવાસી- સુરતી બજાર વ્યારા ( ૪ ) વિજય ઉર્ફે વિજેન્દ્ર જયંતિલાલ સોલંકી રહેવાસી- નવી વસાહત વ્યારા નાઓને વાયરલ કરતા તેઓએ ફરીયાદીની છોકરીને બ્લેક મેઇલ કરી “ તારા ઓપન ફોટા અને વિડિયો અમારી પાસે છે , તું અમને ચાન્સ આપ નહી તો , તારા ઓપન ફોટા અને વિડિયો બધા ગૃપમાં વાયરલ કરી દઇશુ , તેવી ધમકીઓ આપી જાતીય માંગણીઓ કરી તેમજ સગીર યુવતિનો કેવિન રાણા અને વિજય ઉર્ફે વિજેન્દ્ર સોલંકીએ પીછો કરી હેરાન કરી તથા આરોપી યશ જીતુભાઇ ઢીમ્મરએ સગીર યુવતીને જબરદસ્તીથી હોઠ ઉપર જાતીય સતામણી કરી ગુનો કર્યો હતો. જે અંગે વ્યારા પોલીસમાં ફરિયાદ મળતાં જ પોલીસે ઈ.પી.કો. કલમ 509, 354 (એ) (1), 354 (સી), 354(ડી) 114 ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેંસ એક્ટ 2012ની કલમ 7,12,17 તથા આઇ.ટી. એક્ટ 66(ઈ),૬૭(બી) મુજબ સાતેય આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમજાતું નથી બાળકોને મોબાઈલ ઉપયોગ કરવાં આપવો કે નહિ? એક તરફ સરકાર મોબાઈલ જેવાં ઉપકરણોને અભ્યાસક્રમ માટે ઉપયોગ કરાવે છે! શું આનાથી આદત નહિ પડે ઉપકરણોની ? નાનાં બાળકો સારા ઉપયોગ માટે મોબાઇલનો ઉપયોગ કરે તો બહુ સારું.