
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાના ખૈડીપાડા ગામે ખેડૂત અગ્રણીઓ દ્વારા ખેડૂત સંમેલન યોજાયો; ગ્રામીણ કૃષિ પ્રોગ્રામ સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું,
તારીખ ૨૮ ઓગષ્ટ શનિવારના રોજ ખેડૂત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને મુંઝવતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, નિવૃત્ત અધિકારીઓ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ ખેડૂત આગેવાનો દ્વારા ખેતી વિષયક તમામ બાબતો ખેડૂત મિત્રો સમક્ષ ચર્ચા કરવામાં આવી હતી.
પાણી, વીજળી, ખેતી સુધારક પ્રશ્નો તેમજ દેશી ખેતીની પદ્ધતિ કરી તેનું માર્કેટ કઈ રીતે મેળવી શકાય, તેમજ વિસ્તારમાં થતું અનાજ, ઔષધિ વગેરે બાબતોની ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે નિવૃત્ત કર્મચારીઓ, તાલુકાના સરપંચશ્રીઓ, ખેડૂત અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ, તેમજ આજુબાજુ વિસ્તારના ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચર્ચાને વેગ આપી અન્ય ખેડૂતો પણ જાગૃત થાય તેવી આશા સાથે કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.