
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
શ્રી હરદીપ સિંહ પુરી દ્વારા જીજ્ઞાસા ક્વિઝ સ્પર્ધા શરૂ કરવામાં આવી;
આ સ્પર્ધામાં વૈશ્વિક સ્તરે લગભગ 2 કરોડ પ્રતિભાગીઓ ભાગ લે તેવી શક્યતા છે:
જિજ્ઞાસા, જ્ઞાનની શોધ, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે એક ક્વિઝ સ્પર્ધાનો આજે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રીશ્રી હરદીપ સિંહ પુરીએ અહીં પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન શ્રી શ્રીકાંત માધવ વૈદ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પુરીએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવની ભાવનાને અનુરૂપ, જિજ્ઞાસા એ એક ક્વિઝ સ્પર્ધા છે જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સભ્યતા, સાહિત્ય, સ્થાપત્ય અને વારસાગત જ્ઞાન વિશે જાગૃતિ લાવવાનો હેતુ ધરાવે છે જેનાં મૂળ પ્રાચીન ભારતમાં છે.
આ એક પ્રકારની ક્વિઝ સ્પર્ધા છે, જે વૈશ્વિક સ્તરે લોકો માટે ખુલ્લી છે, જેમાં લગભગ 2 કરોડ વ્યક્તિઓ ભાગ લે તેવી શક્યતા છે. સ્પર્ધા એ સહભાગીઓની પ્રતિભાને નિખારવાની શ્રેષ્ઠ તક છે. તેમણે વધુમાં કહ્યું કે આ સ્પર્ધા માત્ર ભારતીય હોવાનું પ્રતિબિંબ નથી પરંતુ આઝાદી કા અમૃત મહોત્સવ સાથે આત્મનિર્ભરતાને પણ વેગ આપશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભવ્ય વિઝનને આગળ ધપાવતા, “જિજ્ઞાસા” એ જાગૃતિ લાવવા અને ટેક્નોલોજી, નવીનતા અને સર્વસમાવેશક શિક્ષણ દ્વારા ‘જ્ઞાનની પરંપરા’ને આગળ લઈ જવા તરફનું એક પગલું છે. જિજ્ઞાસાની મુખ્ય પ્રેરણાઓ પૈકીની એક અંત્યોદય પ્રત્યે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતામાંથી પ્રાપ્ત થાય છે. જીજ્ઞાસા સાચે જ સર્વસમાવેશક છે. રાજકોટ, ભોપાલ, શિલોંગ અને નવી દિલ્હી સહિત અનેક સ્થળોની શાળાઓએ આ લોન્ચમાં ભાગ લીધો હતો. 1,000 થી વધુ સહભાગીઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા.
કૃત્રિમ બુદ્ધિમત્તા અને મશીન લર્નિંગ દ્વારા સમર્થિત અત્યાધુનિક ટેકનોલોજી પર જીજ્ઞાસાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના કોઈપણ ભાગમાંથી કોઈપણ વ્યક્તિ જીજ્ઞાસાઃ આઝાદી કા અમૃત મહોત્સવ ક્વિઝમાં ભાગ લઈ શકે છે. દિવ્યાંગો માટે વિશેષ જોગવાઈઓ ઉપલબ્ધ છે. જેઓ 13-18 વર્ષની વય જૂથમાં છે અને ઔપચારિક શિક્ષણ પ્રણાલીનો ભાગ નથી તેઓ પણ જીજ્ઞાસામાં ભાગ લેવા માટે પાત્ર છે. જે 17 ભાષાઓમાં છે. જિજ્ઞાસાએ ભારતના 742 જિલ્લાઓમાં એટલે કે ભારતમાં ભારતીયના વિચાર અને આદર્શો પર સંવાદ શરૂ કરવાનું વચન આપ્યું છે.
જિજ્ઞાસાના વિજેતાઓ પ્રત્યેક રૂ. 10 લાખની શિષ્યવૃત્તિ માટે પાત્ર બનશે. જિજ્ઞાસા વેબસાઇટ www.akamquiz.com પર બધા માટે સુલભ હશે. જિજ્ઞાસા એક સમર્પિત એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ હશે, જેમ કે Google Play સ્ટોર પર જિજ્ઞાસા ક્વિઝ; ioS એપ્લિકેશન વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરી શકાય છે.